October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભડકમોરા અંબિકા જ્‍વેલર્સમાં 3 બુકાનીધારી લૂંટારાઓ હવામાં ફાયરીંગ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂા.10.70 લાખ લૂંટી ફરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી ભડકમોરા એમ.જી. માર્કેટમાં કાર્યરત અંબિકા જ્‍વેલર્સનો માલિક રાત્રે 9.30 વાગ્‍યાના સુમારે દુકાન બંધ કરી દુકાનની રોકડ, દાગીના કારમાં મુકી રહ્યા હતા ત્‍યારે બાઈક ઉપર આવેલ 3 બુકાનીધારીએ હવામાં ફાયરીંગ કરી લાખોના સોના-ચાંદીના ઘરેણા અને રોકડા લૂંટીને ફરાર થઈ ગયાની ઘટના ઘટી હતી. પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરી નાકાબંધી કરી હતી.
આ લૂંટની ઘટના અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી બી.એન. દવે એ વિગતો આપી હતી કે, વાપી ભડકમોરા વિસ્‍તારમાં એમ.જે. માર્કેટમાં ચિરાગ સિંગ નામનો વેપારી શ્રી અંબિકા જ્‍વેલર્સ નામની શોપ ધરાવે છે. જેઓ સોમવારે 9.30 વાગ્‍યે પોતાની દુકાનમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના બેગમાં ભરી કારની સીટના પાછળના ભાગે મૂકી હતી. જે બાદ કાર સાફ કરતો હતો. ત્‍યારે બાઇક પર આવેલ ત્રણ બુકાની ધારીઓએ તેમની પાસે આવ્‍યા હતા. જેમાના બે પાસે દેશી તમંચા જેવા હથિયાર હતાએક પાસે કોઈતો હતો. જેઓએ જ્‍વેલર્સ સામે તમંચો બતાવી હવામાં ફાયરિંગ કર્યું હતું. તે બાદ કારમાં પાછળની સીટ પર મૂકેલી સોના ચાંદીના દાગીના ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં બાઈક પર આવેલ ત્રણેય લૂંટારાઓ બેગમાં રહેલા 10.70 લાખના સોના ચાંદીના દાગીના રોકડ રકમ લૂંટી હાઈવે તરફ ભાગ્‍યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે જાણવા મળ્‍યું છે કે આરોપીઓએ આ વિસ્‍તારમાં આ પહેલા રેકી કરી તે બાદ આ લૂંટ કરી હતી.
સોના ચાંદીના જ્‍વેલર્સે નોંધાવેલ ફરિયાદ મુજબ કુલ રૂા. 10,70,000ના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા છે. હાલ સીસીટીવી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ આરોપીઓ હાઇવે તરફ ભાગ્‍યા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી. બી.એન. દવે સહિતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે ધસી આવ્‍યો હતો. સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં ફૂટેજમાં કેદ થયેલી હોવાથી ફૂટેજની તપાસ હાથ ધરી હતી તેમજ નાકાબંધી કરી હતી. દુકાન માલિક ચિરાગસીંગએ જણાવ્‍યું હતું કે, એકની પાસે દેશી તમંચો અને બીજા પાસે કોઈતો હતો. શરૂઆતમાં મેં મજાક જ સમજી હતી.

Related posts

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment