દમણના જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે આગામી તા.26મી જાન્યુઆરીના રોજ સવારે 9:00 વાગ્યે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દમણના જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુંછે.