July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

દમણને ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં સરાહનીય કામગીરી બદલ સિલ્‍વર અને દીવ જિલ્લાને મળેલો ગોલ્‍ડ મેડલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને અનુભવી માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટી.બી. વિભાગે પોતાની સખત મહેનત અને અવિરત પ્રયાસોના કારણે પ્રદેશમાં ટી.બી. રોગીઓની સંખ્‍યામાં લગાતાર કમી આવી છે. જેના માટે ભારત સરકારે સંઘપ્રદેશના દમણ અને દીવ જિલ્લાને ‘વિશ્વ ટી.બી. દિવસ’ના અવસર ઉપર પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી સન્‍માનિત કરાયા છે. ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા 24મી માર્ચે વારાણસીમાં આયોજીત વન વર્લ્‍ડ ટી.બી. સમિટમાં દમણ જિલ્લાને સિલ્‍વર મેડલ અને દીવ જિલ્લાને સુવર્ણ પદકથી સન્‍માનિત કરાયા હતા.
અત્રે નોંધનીય છે કે, ટી.મી. ઉન્‍મૂલન માટે ભારત સરકારના કેન્‍દ્રિય ટી.બી. વિભાગ દ્વારા દરેક રાજ્‍યો પાસેથી ટી.બી. ઉન્‍મૂલન સંબંધી પુષ્‍ટિકરણ દાવાઓ મંગાવવામાં આવ્‍યા હતા. જેનું પુષ્‍ટિકરણ ICMR, WHO, IAPSM(સામુદાયિક ચિકિત્‍સા વિભાગ, NAMO ચિકિત્‍સા સંસ્‍થા અને અનુસંધાન સંસ્‍થા) દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેના આધારભૂત ડેટાના રૂપમાં 2015ના ડેટાને લેવામાં આવ્‍યા હતા.
સંઘપ્રદેશના દીવ જિલ્લાએ ટી.બી.ના મામલામાં ઉલ્લેખનીય કમી લાવી ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે, જ્‍યારે દમણ જિલ્લાને સિલ્‍વર મેડલ પ્રાપ્ત થયો છે.
સંઘપ્રદેશને ટી.બી. મુક્‍ત બનાવવાના ઉદ્દેશથી પ્રશાસકશ્રીએ ટી.બી. મુક્‍ત ભારત અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારીનું આહ્‌વાન કરી પ્રશાસન દ્વારા CSR અંતર્ગત ટી.બી. દર્દીઓને દર મહિને રાશન કિટ પણ વિતરિત કરવામાં આવે છે. પ્રદેશને ટી.બી. મુક્‍ત બનાવવાની દિશામાં નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રશાસન અને ટી.બી. વિભાગ દ્વારા પ્રદેશમાં ઘર ઘર જઈ ટી.બી. પરીક્ષણ અભિયાન, ટી.બી.દર્દીઓને પ્રોટીન પાવડર, એરબોન ઈન્‍ફેક્‍શન કંટ્રોલ કીટ વિતરણ, ટી.બી. દર્દીઓના પરિવારના દરેક સભ્‍યોનું ટી.બી.નું પરીક્ષણ અને ઈલાજ કરાવવામાં આવે છે અને દરેક ગામમાં ટી.બી. અભિયાન પ્રત્‍યે નિરંતર જાગૃતિ લાવવામાં આવી રહી છે.

Related posts

સમગ્ર સેલવાસ ભાજપમય બન્‍યું: બુલંદ બનેલો વિજયનો વિશ્વાસ દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પ્રચંડ રોડ શૉ સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરા ગામની યુવતી ગુમ

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

Leave a Comment