October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ તથા માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી અને ચીફ ઓફિસરના નેતૃત્‍વમાં પ્‍લાસ્‍ટિક પ્રતિબંધનો સખ્‍તાઈથી અમલ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત આજે સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં સફાઈ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્‍તારમાં પ્‍લાસ્‍ટિકનો વપરાશ, તેનું વેચાણ કરનારા દુકાનદારો, વેપારીઓની દુકાનોમાં રેડ પાડવામાંઆવી હતી. જેમાં કુલ 42કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કરવામાં સફળતા મળી હતી. ઉપરાંત તેઓ પાસેથી રૂા.સાત હજારનો દંડ પણ વસૂલવામાં આવ્‍યો હતો.
સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક નગરવાસીઓને કડક સૂચના આપવમાં આવે છે કે, નગરપાલિકા વિસ્‍તારમાં હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન-2020 મુજબ નિમ્‍ન પ્‍લાસ્‍ટિક/પોલીથીનની થેલીઓના વપરાશ તથા તેના વેચારણ ઉપર પ્રતિબંધ છે. તેનું વેચાણ કરવું પણ દંડનીય ગુનો છે. ઉપરાંત હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન-2020 અનુસાર કોઈપણ દુકાનદાર અથવા પથવિક્રેતાને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ અથવા સંગ્રહ કરવાની અનુમતિ નથી. એવું કરનાર પર ઉપનિયમો મુજબ વારંવાર કરવામાં આવતા અપરાધ પર એ દુકાનદારો અને પથ વિક્રેતાઓનું રજીસ્‍ટ્રેશન રદ્‌ કરવા માટે આગળ ઉત્તરદાયી ગણાશે.

Related posts

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

Leave a Comment