October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કંપનીઓમાં કામ કરતા કામદારોની સમસ્‍યાઓમાં રોજ-બરોજ વધારો થઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુતમ વેતન દરોની માહિતી બહાર પાડી છે ત્‍યારથી પ્રદેશની અલગ અલગ કંપનીના કામદારો પગાર વધારાના મુદ્દે હડતાલપર ઉતરી રહ્યા છે. જેમાં રખોલી ખાતેની ભીલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝના કામદારો પણ હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે 26 જેટલા કામદારોને લેબર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કાઢી નોકરમાંથી કાઢી મુકવામાં આવ્‍યા હતા. કોન્‍ટ્રાક્‍ટર દ્વારા નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા કામદારોને આજે તેમની સમસ્‍યાનો હલ કરવા સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘અટલ ભવન’ સેલવાસ ખાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓ પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલને મળ્‍યા હતા અને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રજુઆતમાં કામદારોએ તેમને નોકરી પર પરત લેવા શ્રી સુનિલ પાટીલને ભલામણ કરવા માંગ કરી હતી. આ સંદર્ભે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલે પણ લેબર ઓફિસર સાથે વાતચીત કરી હતી અને તાત્‍કાલિક સમાધાન લાવવા માટે આગ્રહ કર્યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

vartmanpravah

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

Leave a Comment