Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ એસ.ટી. ડેપોમાં ઇલેક્‍ટ્રીક બસના ટાયરમાં મહિલા આવી જતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: આજે સેલવાસ ખાતેના એસ.ટી. ડેપોમાં ઈલેક્‍ટ્રીક બસના આગળના ટાયરમાં એક મહિલા આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થઈ હતી. જેમને તાત્‍કાલિક સેલવાસ સિવિલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્તમાહિતી મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસનના ‘સ્‍માર્ટસીટી’ પ્રોજેક્‍ટ અંતર્ગત કાર્યરત ઇલેક્‍ટ્રીક બસ નંબર ડીડી-01-જે-9566 જે સેલવાસના એસ.ટી. ડેપોમાં ઉભી હતી. જેના ડ્રાઈવર રાજેશ દેવુ મીશાળ, રહેવાસી-માંદોની. જેમણે બસ સ્‍ટાર્ટ કરી આગળ લઈ જઈ રહ્યા હતા તે સમયે બસની નજીક જ ઉભેલી એક આધેડ વયની મહિલા શ્રીમતી પાતાબેન રાવજીભાઈ સાપટા, રહેવાસી-બેડપા જેમનું ધ્‍યાન બસ તરફ નહીં રહેતા અને બસ ચાલુ થતાં આગળ જઈ રહ્યા હતી, તે સમયે બસ અચાનક આવી જતાં શ્રીમતી પાતાબેન બસના આગળના ટાયરમાં આવી ગયા હતા. બસ ડેપોમાં હાજર પેસેન્‍જરો બસને પાછળ લેવા માટે ઈશારો કરી રહ્યા હતા, પરંતુ બસ ડ્રાઈવરનું પણ ધ્‍યાન નહીં રહેતા અને કોઈને અવાજ નહીં સાંભળતાં મહિલાના હાથ અને ગળાના ભાગે ઈલેક્‍ટ્રીક બસનું આગળનું ટાયર ફરી વળ્‍યું હતું. જેના કારણે પાતાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. અહીં ઉપસ્‍થિત લોકોએ તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને પણ જાણ કરી હતી અને મહિલાને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં એમનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું.
શ્રીમતી પાતાનબેન સાપટાના થયેલા આકસ્‍મિક મોતથી તેમના પરિવારજનોમાં ભારે આઘાત તથા શોકની લાગણી છવાઈ જવાપામી હતી.
સેલવાસ પોલીસે ઈલેક્‍ટ્રીક બસના ચાલક રાજેશની અટક કરી પોલીસ સ્‍ટેશનમાં લઈ જવામાં આવ્‍યો હતો. આ ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

વાપી જર્નાલિસ્‍ટ વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીના પત્રકાર સભ્‍યોની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

Leave a Comment