January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્‍ટ્ર પ્રત્‍યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર યોજાયો જાગૃતિ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT) દમણ દ્વારા જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્‍ટ્ર પ્રત્‍યે પ્રતિબદ્ધતા’ એ મુખ્‍ય થીમ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્‍ટ્ર પ્રત્‍યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર NIFT કેમ્‍પસ દમણમાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે NIFT કેમ્‍પસમાં જાગૃતિના સમયગાળા દરમિયાન, વિદ્યાર્થીઓ, ફેકલ્‍ટી સભ્‍યો અને તમામ સ્‍ટાફે નાગરિકો માટે અખંડિતતાની પ્રતિજ્ઞા લઈને આ સંદેશને સ્‍વીકાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કેમ્‍પસ ડાયરેક્‍ટર ડૉ. સંદીપ સચાન, SDAC ડૉ. રાહુલ કુશવાહા અને ટેક્‍સટાઇલ ડિઝાઇન વિભાગના પ્રમુખ ડૉ. પ્રવીણ ચવ્‍હાણ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ અવસરે વિવિધ વિભાગોના ફેકલ્‍ટી સભ્‍યોએ પણ શપથલીધા હતા, જેનું વાંચન ફેશન મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ વિભાગના પ્રમુખ શ્રી વિધુ શેખર પી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ટેક્‍સટાઇલ ડિઝાઇન, ફાઉન્‍ડેશન પ્રોગ્રામ અને ફેશન મેનેજમેન્‍ટ અભ્‍યાસના વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. અહીં ભેગાં થયેલા તમામ લોકોએ ભ્રષ્ટાચાર સામે ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી અને તેમના ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યા હતા.

Related posts

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

કેબિનેટે મલ્‍ટી સ્‍ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્‍ટ, 2002 હેઠળ રાષ્‍ટ્રીય સ્‍તરની મલ્‍ટી-સ્‍ટેટ કોઓપરેટિવ એક્‍સપોર્ટ સોસાયટીની સ્‍થાપનાને મંજૂરી આપી

vartmanpravah

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment