યુવા સંમેલનમાં વિદ્યાર્થીઓને વલસાડના એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકળષ્ણ શાષાીજી યુવાનોને સંબોધન કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: શ્રી રામકળષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આગામી તારીખ 12 જાન્યુઆરી અને શુક્રવારના દિને વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 162મી જન્મજયંતી (રાષ્ટ્રીય યુવાદિન) નિમિત્તે સવારે 8.00 કલાકે યુવા રેલી અને બાદ યુવા સંમેલનનું આયોજન હાથ ધરાયુ છે જેમાં ધરમપુર નગરના અને તાલુકાની વિવિધ શાળા અને મહાશાળાના 2500 થી 3000 વિદ્યાર્થીમિત્રો ભાગ લેશે.
શુક્રવારે સવારે 8.00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક સ્થિત વિવેકાનંદજીની પ્રતિમા ખાતે નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. બાદ આયોજિત યુવા રેલીમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાશે. યુવારેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્દી ફળીયા, ડોક્ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, ડેપો, થઈ અંતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સંપન્ન થશે. 10.00કલાકે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આયોજિત યુવા સંમેલનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વલસાડ એસ.પી. ડો.કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકળષ્ણ શાષાીજી સંબોધન કરશે. અંતમાં યુવા વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો માટે વિશેષ પ્રશ્નોતરી કાર્યક્રમ પણ યોજાશે, યુવા રેલી અને યુવા સંમેલનની સફળતા અર્થે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.