Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમનથી જ તેમણે પ્રદેશના બાળકોને શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય સહિતના સર્વાંગી વિકાસ માટેના વિવિધ ચક્રો ગતિમાન કર્યા હતા. જેના ભાગરૂપે એમની પ્રેરણાથી મધ્‍યાહ્‌ન ભોજન યોજના અંતર્ગત લોક ભાગીદારીથી શાળાના બાળકોને સમયે સમયે તિથિ ભોજન આપવાના કાર્યક્રમનું પણ પદાર્પણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી સંઘપ્રદેશની આંગણવાડીના નાનાં ભૂલકાંઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓને મધ્‍યાહ્‌ન ભોજનની સાથે સાથે દાતાઓ દ્વારા એમના પ્રાસંગિક દિવસોએ તિથિ ભોજન આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રિલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા આજે દાદરા નગર હવેલીની 87 જેટલી પ્રાથમિક શાળાઓના 15 હજારથી વધુ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના કર્મચારીઓ સાથે દાનહ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓ દ્વારા બાળકોને આરોગ્‍યપ્રદ સંપૂર્ણ પૌષ્‍ટિક ભોજન પિરસવામાં આવ્‍યું હતું. જેનો શાળાના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ તથાખુશી-આનંદ સાથે લ્‍હાવો લીધો હતો.
અત્રે યાદ રહે કે, આંગણવાડીથી શાળાના બાળકોને મધ્‍યાહ્‌ન ભોજન સાથે પૂરક પૌષ્‍ટિક આહાર મળી રહે તે માટેના સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તમામ પ્રયાસોને સાર્થક કરવાના ભાગરૂપે આજે એક નાનકડા પગલાં રૂપે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

Leave a Comment