Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કંપનીમાંથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

ડીઆરઆઈએ ફેક્ટરીમાંથી પકડાયેલા એક આરોપીના રહેણાંક અને ઓફિસે રેડ કરતા રૂપિયા ૧૮ લાખની રોકડ પણ મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬: છેલ્લા ઘણાં સમયથી ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું હતું. ત્યારે હવે છેલ્લા ઘણાં સમયથી કેમિકલની આડમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી સહિત ઉત્પાદન થતું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ડીઆરઆઈએ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમની મદદથી રવિવારે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાંથી મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની જીઆઇડીસી વાપીમાં આવેલી ફેક્ટરી શોધી કાઢી હતી. ડીઆરઆઈએ ગુજરાત જીઆઈડીસી વાપીમાં નાર્કોટીક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી બીજી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સુરત અને વલસાડની ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાંથી મળી આવેલા શંકાસ્પદ માદક પદાર્થમાં મેફેડ્રોન હોવાનો રિપોર્ટ આપતાં જ ફેક્ટરીમાંથી કુલ ૧૨૧.૭૫ કિલો મેફેડ્રોન પ્રવાહી સ્વરૂપે કબ્જે કરવામા આવ્યું છે. આ સાથે જ ફેક્ટરીમાંથી પકડાયેલા એક આરોપીનાં રહેણાંક જગ્યાની તપાસ કરતા આશરે ૧૮ લાખની ભારતીય ચલણની નોટો રિકવર કરવામાં આવી હતી.
એટલું જ નહીં, પણ ફેક્ટરીમાંથી પ્રવાહી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ડીઆરઆઈના અધિકારીક સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ફેક્ટરીમાંથી પકડાયેલું પ્રવાહી મેફેડ્રોન ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર બજાર કિંમત અંદાજિત કિંમત ૧૮૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
હાલ ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ની સંબંધિત જાેગવાઈઓ હેઠળ રોકડ અને મેફેડ્રોન કબ્જે કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મહત્વનું છે અગાઉ બે અઠવાડિયા પહેલા ડીઆરઆઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી ઓપરેશન કરોડો રૂપિયાનો પ્રવાહી મેફેડ્રોન પણ કબજે કરવામાં આવ્યું હતું.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

આ ચૂંટણી દેશ કોને સોંપવો તે નક્કી કરવાની ચૂંટણી છેઃ પ્રદેશ ભાજપ સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment