January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં સતત વરસી રહેલા વરસાદને લઈ જૂની મામલતદાર પાસે ઝાડ ધરાશયી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: સમગ્ર ગુજરાતની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્‍યારે સોમવારના રોજ 11:30 વાગ્‍યાની આસપાસ સતત વરસી રહેલા વરસાદને લઈ પારડી જૂની મામલતદાર કચેરી સર્વિસ રોડ પાસે આવેલ નિરંજન એચ. શાહ એડવોકેટની ઓફિસ આગળ એક ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. ઝાડ ધરાશયી થતાં ઝાડ નીચે મૂકવામાં આવેલી એડવોકેટની વર્ના કાર અને શૈલેષભાઈ આહીરની આઈ20 કારને નાનું મોટું નુકસાન પહોંચ્‍યું હતું જ્‍યારે બાજુમાં આવેલી બે દુકાનોના પતરા પણ તૂટી ગયા હતા. ઝાડ પડવા સમયે કેટલાક લોકો નીચે હાજર હતા જેઓનો ચમત્‍કારિક બચાવ થયો હતો.

Related posts

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment