(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.15: ‘સમાજ માટે હમ સાથ સાથ હૈ”: બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિતે યોજાયેલ વાંસદાનાં કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી લોકનેતા શ્રી અનંત ભાઈ પટેલ તેમજ ગણદેવી-ચીખલી ભાજપના આદીવાસી લોકનેતા પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ અને વલસાડ-ડાંગના ભાજપ આદિવાસી લોકનેતા સાંસદશ્રી ધવલભાઈ પટેલ એક સાથે નાચ કરી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણી પ્રસંગે આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
