October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૬: ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની છે. મોડી રાત્રે અચાનક ભીષણ આગ લગતા આસપાસના લોકો ચિંતામાં મુકાયા હતા. જે બાદ ફાયરની ૬ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મહત્વનુ છે કે આગને પગલે ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું છે.
ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા એક માહિનામાં વલસાડના અનેક વિસ્તારોમાં આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં હજી પણ નવી ઘટનાઓનો ઉમેરો થઈ રહયો છે.
દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગની ઘટનાને પગલે ફાયરની ૬ ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું હતું. ફેક્ટરીમાં આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

Related posts

વલસાડ સીટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી.નું હાર્ટ એટેકથી મૃત્‍યુ

vartmanpravah

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment