Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની એલ. જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલ આંતર શાળા વિજ્ઞાન-ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: પોદાર વર્લ્‍ડ સ્‍કૂલ દ્વારા આંતર શાળા વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન અંતર્ગત SCIPOTECH-2023 સાયન્‍સ અને ટેકનોલોજી STEAM/STEM નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રદર્શન અંતર્ગત કાર્યકારી મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍યત્‍વે ત્રણ લેવલ રાખવામાં આવ્‍યા હતા. વિજ્ઞાન કાર્યકારી મોડેલ અંતર્ગત જુનિયર લેવલમાં ધોરણ પાંચ નો વિદ્યાર્થી મયંક શર્મા અને વિદ્યાર્થીની અંશિકા સીંગ હાઈડ્રોલિક મશીન પ્રદર્શિત કરી તૃતિય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. જ્‍યારે મિડલ લેવલમાં ધોરણ છ ના વિદ્યાર્થીઓ કુશ પટેલ અને જશ પટેલ માગ્‍લેવ ટ્રેન પ્રદર્શિત કરી પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ધોરણ સાતનો વિદ્યાર્થી આદિત્‍ય ગુપ્તા અને સુશીલ નિશાદે હાઈબ્રીડ ચાર્જીંગ સ્‍ટેશન પ્રદર્શિત કરી બીજુ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.
ટેકનોલોજી પ્રદર્શન અંતર્ગત જુનિયર લેવલમાં ધોરણ પાંચની વિદ્યાર્થીની નિધી પિસલ અને વિદ્યાર્થી રિત્‍વીક ત્રિપાઠી ઈલેકટ્રિક વ્‍હીકલ પ્રદર્શિત કરી બીજુ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ધોરણ આઠનો વિદ્યાર્થી હિમાંશુ ચીમ્‍પા અને વિદ્યાર્થીની કાજલ તિવારીએ શાહી સાથે ક્રોમેટોગ્રાફી પ્રદર્શિત કરી બીજુ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.
સિનિયર લેવલમાં ધોરણ બારની વિદ્યાર્થીની કરિના પાંડા અને વિદ્યાર્થી રોહન તિવારીએ મેગ્નેટિક હિલીંગ થેરાપી પ્રદર્શિત કરી બીજુ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. જ્‍યારેધોરણ અગિયારના વિદ્યાર્થીઓ અંજની ગુપ્તા અને સુમિત સીંગ આદિત્‍ય એલ-1 પ્રદર્શિત કરી તૃતિય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતા બદલ તેમને અને તેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment