January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોન્‍મેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. 2021ના ગ્‍લાસગોમાં 26મા સંયુક્‍ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સમ્‍મેલન દરમિયાન ભારત દ્વારા લાઈફ અભિયાનનો વિચાર પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો હતો. આ પહેલ પર્યાવરણ પ્રત્‍યે જાગરૂક જીવનશૈલીને પ્રોત્‍સાહન આપે છે જે મનુષ્‍ય અને વિનાશકારી ખપતની જગ્‍યાએ મનુષ્‍ય અને જાણી જોઈને ઉપયોગ પર કેન્‍દ્રિત છે જે સંદર્ભે 5મેથી 5જૂન સુધી વનવિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.14મી મે,2023ના રોજ સાયક્‍લોથોનનું આયોજન કરાશે. જ્‍યારે 20મી મે,2023ના રોજ નાઈટ કેમ્‍પનિંગ, 4 જૂનના રોજ વોકેથોન અને 5 જૂનના રોજ એન્‍વાયરોમેન્‍ટ ડે નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

Leave a Comment