October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું
વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: શ્રી સુરત-વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તેજસ્‍વી તારલા, વિશિષ્ટ પ્રતિભા અને વિદેશથી પધારેલા મહેમાનોનો સન્‍માન સમારંભ સમાજના શૈક્ષણિક સંકુલમાં સમાજના અગ્રણી પ્રવિણચંદ્ર પરમાર (બોલ્‍ટન-યુ.કે. મૂળ, પૂણા)ના પ્રમુખપદે અને વલસાડતાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અશિષભાઈ ગોહિલ અને લીલાપોરના માજી સરપંચ જ્‍યોતિબેન ગોહિલના ઉદ્દઘાટક પદે યોજાયો હતો.
આ પ્રસંગે સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ વેળા જીજ્ઞા પરમારે સમાજના બાળકોને જીપીએસી અને યુપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્‍યુ હતું. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે જે સમાજનું ઘડતર ભણતરથી થતું હોય તે સમાજ કયારેય પાછળ ના પડે જણાવી રોહિત સમાજની આ સંસ્‍થા અન્‍ય સમાજના બાળકોને પણ શિક્ષણક્ષેત્રે ઉપયોગી થઈ રહી હોવાનું જણાવ્‍યું હતું. મંડળના પ્રમુખ રાજેન્‍દ્ર એમ.સોલંકીએ આ સંસ્‍થા દ્વારા ગરીબ જરૂરીયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે તેનો ચિતાર આપી દાતાઓ દ્વારા દાનના પ્રવાહને બિરદાવ્‍યો હતો. આ સમારોહમાં રૂ.5 લાખથી વધુનું દાન વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું હતું. જેઓનું અભિવાદન કરાયુ હતું. પરદેશથી ઉપસ્‍થિત રહેલા દાતા ગં.સ્‍વ.સુશીલાબેન હસમુખભાઈ સિંહલ, કમલેશ વી.ચૌહાણ અને પરિવાર તથા યુ.કે. અને યુ.એસ.એ.થી ઉપસ્‍થિત રહેલા દાતાઓ દ્વારા સમાજના ડોક્‍ટર, એન્‍જિનિયર, આઈઆઈટી પુરસ્‍કાર વિજેતા, સરકારી અધિકારી, ધો.10, 12, ગ્રેજ્‍યુએટ અનેપોસ્‍ટ ગ્રેજ્‍યુએટના તેજસ્‍વી વિદ્યાર્થીઓ સહિત કુલ 137 પ્રતિભાઓનું સન્‍માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની, હિરેન રોહિત, સુરેશ ચૌહાણ અને હેમંત ચૌહાણ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બર્ખાસ્‍ત કરવાનો લીધેલો નિર્ણય ઐતિહાસિક અને આવકારદાયક : પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment