Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

  • પર્યાવરણમાંથી કાર્બન લઈ તુરંત ઓક્સિજન રિલિઝ કરવા ઓટોમેટીક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું

  • સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન- 2022માં દેશમાંથી IIT, NIT, IIM સહિતની ખ્યાતનામ સંસ્થાઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડની સરકારી ઈજનેરી કોલેજે બેંગ્લોર ખાતે યોજાયેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન -2022માં ભાગ લઈ રાજસ્થાન સરકારના પ્રદૂષણના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઓટોમેટિક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું હતું. જે બદલ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એવોર્ડ અને રૂ. 1 લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું.
ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય, ઇનોવેશન સેલ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરની સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન -2022 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. હેકાથોન અંતર્ગત સમગ્ર દેશમાંથી વિવિધ ઔદ્યોગિક એકમો, રાષ્ટ્ર અને રાજ્યનાં મંત્રાલયો, સરકારી સંસ્થાઓ તેમજ અન્ય અનેક ક્ષેત્રોમાં ઉદભવતા 550થી વધુ પ્રશ્નો ઉકેલ માટે ખુલ્લા મુકાયા હતા. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી IIT, NIT, IIM સહિતની ઘણી ખ્યાતનામ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉપરોક્ત પ્રશ્નોના સચોટ અને સસ્ટેનેબલ ઉકેલ માટે પોતાની સંસ્થાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. સંસ્થાના કેમિકલ વિભાગમાં અભ્યાસ કરતા ગોસાઈ સ્મિતપુરીની ટીમની SIH- 2022ની સિલેક્શન કમિટી દ્વારા એક પછી એક આયોજિત રાઉન્ડમાં પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ટીમને તા. 25-08-2022 થી તા. 29-08-2022 દરમિયાન બેંગ્લોર ખાતે આયોજિત હાર્ડવેર કેટેગરીની SIH- 2022ને હોસ્ટ કરતી રીવા યુનિવર્સિટી ખાતે અંતિમ રાઉન્ડમાં પોતાના વર્કિંગ મોડેલ સાથે ભાગ લેવા માટે મોકલી હતી. જ્યાં રાજસ્થાન સરકાર દ્વારા SIH-2022માં રજુ કરાયેલા પ્રોબ્લેમ એવો હતો કે, પર્યાવરણમાંથી કાર્બન લઈ તુરંત ઓક્સિજન રિલિઝ કરે એવુ સ્માર્ટ મટીરીટલ બનાવી તેનો ઉકેલ લાવવો, જેના ઉકેલ માટે વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ફાયનલ યરના વિદ્યાર્થીઓની ટીમે આર્થિક રીતે પરવડે તેવુ સંપૂર્ણપણે ઓટોમેટિક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું હતું. જેમાં અમુક પ્રકારના બેક્ટેરીયા કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે. તે બાબત સેન્સરની મદદ વડે બતાવવામાં પણ આવી હતી કે, પર્યાવરણમાંથી કાર્બન ઓછુ થયું છે. જેથી આ સોલ્સુશન માટે ટીમને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળ્યો હતો. ટીમ દ્વારા ખૂબ સચોટ અને ઇનોવેટીવ સોલ્યુશન રજુ કરાતા અહી તેઓની ટીમ 24×7 કલાક ચાલનારા આ રાઉન્ડમાં અને ટેકનિકલ દ્રષ્ટીએ અનેક આયામોથી કરવામાં આવેલા અંતિમ સ્ક્રુટીનીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા થવામાં સફળ રહી હતી.
આ ટીમમાં ટીમ લીડર ગોસાઈ સ્મીતપુરી સાથે તેમના ટીમ મેમ્બર્સ શ્રુષ્ટિ અગ્રવાલ, ખુશાલ ઈટાલીયા, હિતેન્દ્ર હેદવ, યુવરાજસિંહ ગોહિલ, અવની વડેરાએ ખુબ જ મહેનત કરી સંસ્થાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યુ છે. ટીમને મળેલી આ સફળતા માટે ટીમ મેન્ટર ડૉ. સંજય શ્રીવાસ્તવ (કેમિકલ વિભાગ) દ્વારા આપવામાં આવેલુ માર્ગદર્શન મહત્વનું રહ્યું હતું. આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાનાં આચાર્યશ્રી ડૉ. વી. એસ. પુરાણી તેમજ કેમિકલ વિભાગનાં વડા ડૉ. એન. એમ પટેલ, SSIP સમિતી, તેમજ સમગ્ર સંસ્થા દ્વારા ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કોલેજની આ સિધ્ધિ બદલ બેંગ્લોરની એક કંપનીએ વિદ્યાર્થીઓની ટીમને આ ટેકનોલોજીની મદદથી સ્ટાર્ટઅપ બનાવવા માટે પણ ઓફર કરી હતી.

Related posts

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

Leave a Comment