October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું
વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: શ્રી સુરત-વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તેજસ્‍વી તારલા, વિશિષ્ટ પ્રતિભા અને વિદેશથી પધારેલા મહેમાનોનો સન્‍માન સમારંભ સમાજના શૈક્ષણિક સંકુલમાં સમાજના અગ્રણી પ્રવિણચંદ્ર પરમાર (બોલ્‍ટન-યુ.કે. મૂળ, પૂણા)ના પ્રમુખપદે અને વલસાડતાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અશિષભાઈ ગોહિલ અને લીલાપોરના માજી સરપંચ જ્‍યોતિબેન ગોહિલના ઉદ્દઘાટક પદે યોજાયો હતો.
આ પ્રસંગે સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ વેળા જીજ્ઞા પરમારે સમાજના બાળકોને જીપીએસી અને યુપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્‍યુ હતું. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે જે સમાજનું ઘડતર ભણતરથી થતું હોય તે સમાજ કયારેય પાછળ ના પડે જણાવી રોહિત સમાજની આ સંસ્‍થા અન્‍ય સમાજના બાળકોને પણ શિક્ષણક્ષેત્રે ઉપયોગી થઈ રહી હોવાનું જણાવ્‍યું હતું. મંડળના પ્રમુખ રાજેન્‍દ્ર એમ.સોલંકીએ આ સંસ્‍થા દ્વારા ગરીબ જરૂરીયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે તેનો ચિતાર આપી દાતાઓ દ્વારા દાનના પ્રવાહને બિરદાવ્‍યો હતો. આ સમારોહમાં રૂ.5 લાખથી વધુનું દાન વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું હતું. જેઓનું અભિવાદન કરાયુ હતું. પરદેશથી ઉપસ્‍થિત રહેલા દાતા ગં.સ્‍વ.સુશીલાબેન હસમુખભાઈ સિંહલ, કમલેશ વી.ચૌહાણ અને પરિવાર તથા યુ.કે. અને યુ.એસ.એ.થી ઉપસ્‍થિત રહેલા દાતાઓ દ્વારા સમાજના ડોક્‍ટર, એન્‍જિનિયર, આઈઆઈટી પુરસ્‍કાર વિજેતા, સરકારી અધિકારી, ધો.10, 12, ગ્રેજ્‍યુએટ અનેપોસ્‍ટ ગ્રેજ્‍યુએટના તેજસ્‍વી વિદ્યાર્થીઓ સહિત કુલ 137 પ્રતિભાઓનું સન્‍માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની, હિરેન રોહિત, સુરેશ ચૌહાણ અને હેમંત ચૌહાણ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આઈએએસ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ : દીવના કલેક્‍ટર તરીકે ફરમાન બ્રહ્માની નિમણૂક

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

સેલવાસ કલેક્‍ટર કચેરીના ત્રીજા માળે ફૉલ સિલિંગ તૂટી પડીઃ સદ્‌નશીબેન કોઈને પણ ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

Leave a Comment