Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં નડગખાડી ગામમાં માનવભક્ષી દીપડાએ 53 વર્ષીય આધેડનો જીવ લીધો છે. માનવભક્ષી દીપડાએ આધેડને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નડગખાડી ગામે રહેતા મોતીરામ રાઉત (ઉં.વ 53) આજે સવારે 6 વાગ્‍યાની આસપાસ શૌચક્રિયા માટે જઈ રહ્યા હતા, ત્‍યારે માનવભક્ષી દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. આ અંગેની જાણ થતાં વન સંરક્ષક, આરએફઓ, સરપંચ સહિત ગામ લોકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા.
જે બાદમૃતક મોતીરામના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે હોસ્‍પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વનવિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. તો આ ઘટનાને પગલે સ્‍થાનિકો લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment