July 30, 2021
Vartman Pravah
વાપી

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
ઘણા લાંબા સમયથી કોરોનાને લીધે મહારાષ્ટ્ર વચ્ચે ઍસ.ટી. બસ પરિવહન બંધ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાને લઈને વાપી ઍસ.ટી. ડેપોઍ મંગળવારથી મુંબઈની ચાર ટ્રીપ દોડાવવાનો આરંભ કરી દીધો છે.
વાપી મુંબઈ સાથે વેપાર, વાણિજ્ય સાથે સંકળાયેલ મથક હોવાથી સ્થાનિક વેપારીઅો માટે ઍસ.ટી. સુવિધા બંધ થયેલી તેથી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હવે ઍ મુશ્કેલી દુર થઈ છે. બે મહિનાથી મહારાષ્ટ્ર અને વાપી વચ્ચે પરિવહન બંધ થતું.
ઉલ્લેખનીય છે કે, ફક્ત મુંબઈ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય મથકો માટે પણ ઍસ.ટી. સુવિધા ટૂંક સમયમાં શરૂ જશે. જેમાં ઔરંગાબાદ, ધુલીયા, નાસિક, શીરડી, જલગાંવ, ચોપડા જેવી ટ્રીપો આ સાહમાં ચાલુ કરવા વિચારણા વાપી ડેપો દ્વારા કરવમાં આવી છે.
માર્ચ-ઍપ્રિલમાં કોરોનાને લઈ વાપી સહિત વલસાડ ડિવિઝનના અન્ય ડેપોની પણ મહારાષ્ટ્રની બસો બંધ થઈ હતી. જેથી ડેપો અને ડિવિઝનને લાખો રૂપિયાનું નુકસાન પડ્યું હતું. પરંતુ હવે કોવિદની સ્થિતિ થાળે પડી રહી છે તેથી ફરી ઍસ.ટી. દોડતી થઈ જશે.

Related posts

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે યુવા હિન્દુ સંમેલનનું કરાયેલું આયોજન

vartmanpravah

મધુબન ડેમમાં પાણી આવક વધતા સાત દરવાજા ખોલી નંખાયા : 75 હજાર ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

vartmanpravah

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

vartmanpravah

પારડી હાઇવે ઉપર મોડી રાત્રે કન્ટેનર અને બે ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

vartmanpravah

Leave a Comment