October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી ભારતીયજનતા પાર્ટી યુવા મોરચાના સેલવાસ શહેર પ્રમુખ હાર્દિક પુજારીએ ન્‍યુ મેક્‍સ સિનેમામા ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ 350 યુવાઓને પિક્‍ચર મફત બતાવવામા આવી હતી. આ ફિલ્‍મમાં કાશ્‍મીરી પંડિતોની સાથે થયેલ નરસંહારની દર્દનાક કહાની છે. ફિલ્‍મને જોઈ યુવાઓમા જબરદસ્‍ત જોશ જોવા મળ્‍યો હતો. આખુ થિયેટર ભારત માતાની જયના નારા સાથે ગુંજી ઉઠયું હતું.
આ અવસરે ઉપસ્‍થિત પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે શહેર પ્રમુખની સરાહના કરી હતી અને આભાર પણ વ્‍યક્‍ત કર્યો હતો કે બે દિવસમાં 650થી વધુ યુવાઓને મફત ફિલ્‍મ બતાવી સાથે એમણે વધુમા વધુ યુવાઓને આ ફિલ્‍મ જોવા માટે અપીલ કરી છે.
આ અવસરે ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, ડો.નૂતન બર્વે, પિંકી મેડમ સહિત યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

Leave a Comment