વલસાડઃ તા. ૩૦: વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. ચૂંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલનના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ હેઠળ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસે તા.૧૯/૧૨/૨૦૨૧ અને જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી, મંડપ-તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્યવસ્થા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ ફરજ પરના ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચુંટણી પંચે અધિકૃત કરેલ અધિકારીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ અથવા તેઓને મદદ કરતા એજન્સીઓને લાગુ પડશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.