Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: શાળાના ઉપશિક્ષક શ્રી જગદીશભાઈ બી. પટેલ અને અને ઉપ-શિક્ષિકા શ્રીમતી સવિતાબેન કે લાડ કે જેઓ તારીખ 30-10-2023 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક તરીકેના પવિત્ર વ્‍યવસાય સાથે સંકળાયેલા આ બંને શિક્ષકોએ પોતાના જીવનકાળ દરમિયાન જગદીશભાઈ બી. પટેલએ 38 વર્ષ અને સવિતાબેન કે. લાડએ 34 વર્ષ જેટલી શિક્ષણમાં શિક્ષક તરીકે સેવા આપી જગદીશભાઈએ શિક્ષણ ક્ષેત્રમાં એક આચાર્ય સીઆરસી અને શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવી. શિક્ષક એ સદા શીખતા રહેવું જોઈએ અને પ્રવૃત્તિ શિલ રહેવું જોઈએ એવા જગદીશભાઈના શબ્‍દો સાચા અર્થમાં ખરા પડે છે. આજરોજ વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્‍યેની લાગણી અને પ્રેમજોવા મળી. શાળાના શિક્ષકો દ્વારા બન્ને શિક્ષકોને શાલ, શ્રીફળ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજ્‍યાભિષેકના ફોટો આપવામાં આવ્‍યો હતો. સાથે શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી નરેશભાઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જન્‍મ દિવસની શુભકામના પાઠવી. શાળાના આચાર્ય શ્રી લલિત નિકમ દ્વારા કાયમ પ્રવૃત્તિશીલ રહેનાર શાળાના શિક્ષક જગદીશભાઈ અને સવિતાબેન નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ રહે અને કાયમ નિરોગી રહે એવી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. વિદાય સમારંભમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો એકનાથ પાટીલ, મંગલદાસ પાટીલ, મહેન્‍દ્રભાઈ પાડવી, નરેશ પાટીલ, કૈલાસ પાટીલ, સુહાસ ચૌધરી, હિંમત શેળકે ઉપસ્‍થિત રહી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

Leave a Comment