October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

જિલ્લામાં યાત્રા વાન દ્વારા 385 ગ્રામ પંચાયતોમાં કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાના લાભો આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રીક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તા.09 નવેમ્‍બરના રોજ સમગ્ર વલસાડ જિલ્લામાં ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. સમગ્ર જિલ્લામાં તા.15મી નવેમ્‍બર,2023થી તા.20મી જાન્‍યુઆરી, 2024 સુધી તમામ તાલુકાઓમાં 385 ગ્રામપંચાયતોમાં ભારત સરકારની યાત્રા વાન દ્વારા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવાનું આયોજન કરાશે. જિલ્લામાં તા.15 થી 30 નવેમ્‍બર સુધી જિલ્લાના ધરમપુર 32 કપરાડામાં 33 અને વલસાડ તાલુકામાં 19 ગ્રામપંચાયતો યાત્રાનું આયોજન કરવામાં આવશે.
ભારત સરકાર તથા રાજ્‍ય સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્‍યાણકારી યોજનાઓનો વ્‍યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા રાજ્‍યના તમામ અનુસૂચિત આદિજાતિ વિસ્‍તારોમાં તા.15-11-23 (જનજાતિય ગૌરવ દિવસ)થી ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”નું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દ્વારા રાજ્‍યના દરેક નાગરિકોને યોજાનાઓનો લાભ, દરેક યોજનાઓ વિશે તમામ લોકોને માહિતગાર, લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી, કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, જનજાગૃતિના કાર્યક્રમો, સામુદાયિક પ્રવૃત્તિ અને સાંસ્‍કળતિક કાર્યક્રમો કરવામાં આવશે. પ્રચાર પ્રસાર માટે આઈઈસી વાન,આઈટી પ્‍લેટફોર્મ અને મોબાઈલ એપનો ઊપયોગ કરાશે.
ટ્રાઈબલ વિસ્‍તારોમાં સિકલસેલ એનીમિયા એલીમેશન મિશન, એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍શીયલ સ્‍કૂલમાં નોંધણી, શિષ્‍યવૃતિ, વન અધિકાર – વ્‍યક્‍તિગત અને સામુદાયિક જમીન અને વન ધન વિકાસ કેન્‍દ્ર (સ્‍વ સહાય જૂથોનું આયોજન) જેવી અનેક યોજનાઓ ઉપર વિશેષ ધ્‍યાન આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએ 10-12 લોકોની સમિતિની રચના, ગ્રામજનો દ્વારા યાત્રા, ગ્રામસભાનું આયોજન, જન ભાગીદારીથી સ્‍વચ્‍છતા અભિયાન, શાળા/કોલેજ ખાતે સ્‍પર્ધાનું આયોજન, સ્‍થળ ઉપર યોજનાનો લાભ આપવા માટે કેમ્‍પનું આયોજન કરવાનું રહેશે. યાત્રા પહોંચે ત્‍યારે પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડીયો, ઓપનીંગ મુવી, મેરી કહાની મેરી ઝુબાની યોજનાના લાભાર્થીની સક્‍સેસ સ્‍ટોરી, સફળતાપૂર્વક પ્રાકળતિક ખેતી કરનાર ખેડૂત સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્‍થ કાર્ડ, સ્‍થાનિક, રમતવીર અને સફળ મહિલાઓનું સન્‍માન, ગ્રામ પંચાયતની સિધ્‍ધિઓ – લેન્‍ડ રેકોર્ડ્‍નું 100% ડિજીટાઈલેશન, ઓડીએફ+ સ્‍ટેટસ, જલ; જીવન મિશનના લાભો વગેરેની કામગીરીનું કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, ઈન્‍ચાર્જ નિવાસી અધિક કલેક્‍ટર ઉમેશ શાહ, નાયબ પોલીસઅધિક્ષક એ.કે.વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

Leave a Comment