Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

(…ગતાંકથી ચાલુ)
નાના કાજરેકર અને રમણ ગુજરના પણ બે ત્રણ પ્રસંગો મઝાના છે. રમણ ગુજરના એક સગાનું પુણેમાં અગરબત્તીનું કારખાનું હતું. ત્‍યાંથી અગરબત્તી વેચવાના બહાને બંને જણા નીકળ્‍યા. સિલવાસા, નરોલી વગેરે સ્‍થાનોએ કેટલીક દુકાનોના નામે બિલો બનાવીને ‘બિલબુક’ થેલીમાં રાખી, અને એ નિમિત્તે બે ત્રણ દિવસ બધેફરતા રહીને સામાન્‍ય નાગરિકોનું મનોબળ, દાદરા નગર હવેલી મુક્‍તિ વિષયમાં સામાન્‍ય નાગરિકના વિચાર, પોલીસ કે સૈનિકોના ઘરની પ્રતિક્રિયા વગેરે ઘણી માહિતી તેમણે ભેગી કરી.
આવા જ એક અન્‍ય પ્રસંગમાં શષા સામગ્રીના સ્‍થાન અને સંખ્‍યાની ચોક્કસ માહિતી મેળવવા એ બંનેએ ભિખારીનો વેષ લીધો અને પાણી માંગવાને બહાને તેઓ સિલવાસાની પોલીસ ચોકી પર ગયા. ભિખારીનું સ્‍વાગત લાત મારીને કરવાની પોર્ટુગીઝોની ટેવ આ બંને જાણતા હશે તેથી અચાનક લાત પડતાં જ એ બંને એવી રીતે પડયા કે તેમનું માથું દરવાજાની અંદર પહોંચે અને દરવાજાની અંદર રાખેલી રાયફલોની જગ્‍યા તેઓ જોઈ શકે.
રાજા વાકણકર અને ત્ર્યંબક ભટ્ટે નાની દમણમાં ફરીને પણ ખૂબ માહિતી એકઠી કરી. ત્‍યાંથી દમણમાં પ્રવેશ કરતી વખતે તેમને પોલીસોએ રોક્‍યા. દમણમાં જવા માટેનું કારણ પૂછતાં તેમણે સરસ ગપ્‍પું માર્યું કે મહારાષ્‍ટ્રમાં તો મોરારજી દેસાઈને કારણે દારૂબંધી છે એટલે મનભરીને દારૂ પીવા માટે વાપી ઉતરી જઈને દમણ આવવું આવશ્‍યક છે. આ વાત સાંભળતાં જ ત્રણેયને દમણમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો.
પ્રથમ તેઓ ફળ બજારમાં ગયા. ભાવતાલ કર્યા અને પછી આખા શહેરમાં રખડયા. આ રખડપટ્ટીમાં તેમને પોર્ટુગીઝોની લશ્‍કરી તૈયારીનો અંદાજ આવ્‍યો. આખા દમણ શહેરમાંસર્વત્ર પોલીસ અને સેનાનો સશષા બંદોબસ્‍ત હતો. ધારણા કરતાં માનવબળ અને શષાબળ પણ વધારે હતું. પરંતુ આ બધું કરતી વખતે નાટક તરીકે પણ દારૂના અડ્ડા પર જવું પડયું અને ક્‍યારેક દારૂ પણ પીવો પડયો. જો કે તેમણે આ વાત માત્ર ધ્‍યેયસિદ્ધિનો હેતુ સમક્ષ રાખીને જ સ્‍વીકારી હતી.
દાદરા નગર હવેલીના આ પ્રદેશમાં લવાછા નામના ગામડામાં પોર્ટુગીઝોના અત્‍યાચારથી પીડિત મહિલાઓનું આશ્રયસ્‍થાન બની રહેલો હેમવતીબાઇ નાટેકરનો એક આશ્રમ હતો. આ આશ્રમ અનેક કાર્યકર્તાઓનું પણ આશ્રયસ્‍થાન બની રહ્યો હતો. સુધીર ફડકે પહેલી વાર જ્‍યારે આ પ્રદેશમાં આવ્‍યા ત્‍યારે આ આશ્રમમાં રહીને જ તેમણે ઘણી માહિતી એકત્ર કરી હતી. દાદરા અને નગર હવેલીની મધ્‍યમાં આ આશ્રમ આવેલો હોવાથી બંને તરફના લોકોની ત્‍યાં ઘણી આવ-જા રહેતી અને સહેલાઈથી બધી માહિતી મળી શકતી. સુધીર ફડકેએ 1954માં દાદરા નગર હવેલી મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા.

(ક્રમશઃ)

Related posts

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

Leave a Comment