October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સેલવાસની કેટલીક અલગ અલગ ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાં સામાન ખરીદીના બહાને ચેક આપી છેતરપિંડીની ઘટના અંગે પોલીસ સ્‍ટેશનમાં અલગ અલગ વેપારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે જ આવેલ શોપિંગ સેન્‍ટરમાં શ્રી ગણેશ ઈલેક્‍ટ્રિકલ દુકાનમાં ગત દિવસોમાં કેટલાક ઠગો દ્વારા દુકાન મલિક સતીષ રાઠોડને મોટી મોટી વાતોમાં ફસાવી અંદાજીત 80 હજાર રૂપિયાના ઈલેક્‍ટ્રોનિક સમાનની ખરીદી કરીને સામે મહેશ મુરલીધર પવાર નામની સિગ્નેચર કરેલ ચેક આપી છેતરપિંડી કરી હોવાનું જણાવાયું છે.
દુકાનદારના જણાવ્‍યા અનુસાર છેતરપિંડી કરનાર એમની દુકાન પર આવી અને એમને ઘણો બધો સામાન કાઢવા માટે કહેલ અને આગળ પણ મોટો ઓર્ડર આપવાની વાત કરી હતી. દુકાનદાર લાલચમાં આવી અને વિશ્વાસ કરતા એક ચેક લઈ હજારોનો સામાન તેઓને આપ્‍યો હતો. ત્‍યારબાદ દુકાનદારે બેંકમાં ચેક જમા કરતા ચેક બાઉન્‍સ થયો હતો ત્‍યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ છે. ત્‍યારબાદ તેઓ પોલીસના શરણે ગયા હતા, ત્‍યાં જોયું તો એમની સાથે બીજા વેપારીઓ પણ છેતરપિંડીના ભોગ બનેલા જોવા મળ્‍યા હતા. જેમાં એક વિનાયક ઈલેક્‍ટ્રોનિક્‍સદુકાનમાંથી રૂા. 90 હજારનો સામાન લઈ ગયેલ હોવાનું જાણવા મળ્‍યું હતું. આવી જ રીતે અન્‍ય બીજી કેટલીક દુકાનોમાંથી પણ ઠગો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. છેતરપિંડી કરનાર ઠગબાજ વ્‍યક્‍તિઓ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલા હોવાનું જોવા મળી રહ્યા છે.
ઘટના બાબતે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજ અને બેંક ડિટેઈલના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment