July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

26 નવેમ્‍બરે સંવિધાન દિવસની ઉજવણી કરઈ : સંવિધાન બચાવો સહિતની સેંકડો લોકોએ પ્રતિજ્ઞા લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: 26 નવેમ્‍બરના દિવસનો ખાસ મહિમા ભારત વર્ષમાં સંકળાયેલ છે. આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાપીમાંડો.બાબા સાહેબ આંબેડકર સંવિધાન બચાવ સમિતિ દ્વારા રવિવારે સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
26 નવેમ્‍બરનો દિવસ સ્‍વતંત્ર ભારતના ઈતિહાસમાં મહત્ત્વનો ઐતિહાસિક દિવસ છે. 1949માં આ દિવસે દેશની સંવિધાન સભાએ વિધિવત કાર્યરત કરેલ અને દેશને સમર્પિત કરવામાં આવેલ સંવિધાન સ્‍વતંત્ર નાગરિકનો અહેસાસ કરાવે છે. તેથી સંવિધાન દિવસની ઉજવણી ભારતભરમાં થાય છે. રવિવારે 28મી નવેમ્‍બરે વાપીમાં સંવિધાન બચાવ સમિતિ દ્વારા સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. ચણોદ સર્કલ ઉપર વિધિવત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ફુલહારનું પૂજન કરી ઉપસ્‍થિત લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. ત્‍યારબાદ ભારતના બંધારણ ઘડવૈયાની સુંદર પ્રતિમા સાથે શણગારે રથ સાથે હજારો લોકોની રેલી નિકળી હતી. રેલી મોરારજી સર્કલ ગુંજન ઈમરાન નગર ફરીને ચણોદ પહોંચી હતી. જ્‍યાં સભામાં ફેરવાઈ હતી. સભામાં સંવિધાન અંગે વિશિષ્‍ટ માહિતી આપવામાં આવી હતી.

Related posts

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

vartmanpravah

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

Leave a Comment