Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

મૃસ્‍તુફા વાય વડગામા તા.31-07-2023 ના રોજ નિવૃત્ત સ્‍ટાફ, કર્મચારીઓએ નિવૃત્ત સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી જીઆઈડીસીમાં નોટિફાઈડ વિભાગમાં વહિવટી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્‍તફા વાય ચુડાસમા વય મર્યાદા આધિન તા.31 જુલાઈના રોજ નિવૃત્ત થયા હતા. તેમના માનમાં કર્મચારીઓ, અધિકારીઓએ નિવૃત્તિ સન્‍માન કાર્યક્રમ યોજ્‍યો હતો.
નોટીફાઈડ ઓફિસમાં પાછલા 33 વર્ષથી વહિવટી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્‍તફા વડગામા 31 જુલાઈએ નિવૃત્ત થયા હતા તે અંતર્ગત જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસમાં તેમણે નિષ્‍ઠાપૂર્વક કૂશળ ફરજ બજાવતા રહેલા તે બદલ એ.સી. પટેલ, સી.ઓ. દેવેન્‍દ્ર સાગર વલસાડ આર્થિક સેલ સંયોજક અને પૂર્વ નોટિફાઈડ બોર્ડમાં રેસિડેન્‍ટ મેમ્‍બરમહેશભાઈ ભટ્ટ સહિત સ્‍ટાફે વડગામાને શુભેચ્‍છા પાઠવી વિદાય આપવામાં આવી હતી.

Related posts

દાનહઃ ખેરડી ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી અને યુવાનોની કારકિર્દી ઘડતર માટે કેરિયર કાઉન્‍સિલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

આજે જનજીવન તથા પૃથ્‍વી માટે સંપર્ક કડી સમાન અર્થ અવરની ઉજવણી કરાશે

vartmanpravah

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ: વલસાડ જિલ્લાના કપરાડા ખાતે હજારો આદિવાસી સમાજના લોકો એકત્ર થયા: 25 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

Leave a Comment