Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

ભજન, આરતી, પૂજા સથે મહાપ્રસાદનો ભાવિકોએ ભક્‍તિ ભાવપૂર્વક ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: સિંધી સમાજના સેંકડો પરિવારો વાપી-વલસાડમાં વસવાટ કરે છે. સિંધીઓના ભગવાન ગણાતા પૂજ્‍ય શ્રી ગુરૂદેવ નાનકની આજે 554મી જન્‍મ જયંતિ હોવાથી વલસાડ શ્રી સિંધી પંચાયત દ્વારા ગુરુનાનક જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સિંધીઓ ધાર્મિક અને સહિષ્‍ણુ સ્‍વભાવની વેપારી પ્રજા છે. પૂજ્‍ય શ્રી ગુરુનાનક દેવ તેમના આરાધ્‍ય દેવતા છે. આજે સોમવારે નાનક દેવની 554મી જન્‍મજયંતિ હોવાતી વલસાડ-વાપીમાં સિંધી પરિવારો દ્વારા મંદિરમાં જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભજનો, આરતી, પૂજન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો. વાપી ગુંજનમાં ગુરુનાનક જન્‍મ જયંતિની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

Leave a Comment