(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય નજરાણા એવા વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક આગામી 26મી જૂનથી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં વન્ય પ્રાણીઓના સંવનનનો સમય હોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ચોમાસા દરમિયાન પ્રવાસે આવનાર મુલાકાતીઓ માટે આગામી 26મી જૂનથી ઓક્ટોબર, 2023 સુધી બંધ રહેશે, એમ વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ડેપ્યુટી કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ વાઈલ્ડ લાઈફ ડિવિઝન દ્વારા એક અખબારીયાદી દ્વારા દરેક પર્યટકો અને તમામ જનતાને સૂચિત કરવામાં આવે છે. આ બન્ને પર્યટન સ્થળ વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ આગળના આદેશ બાદ ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.
