July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

તમામ સમસ્‍યાઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવા સ્‍વયં નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટીએ દાનહના પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ વિભાગને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી પ્રશાસનના પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી વિભાગ દ્વારા સંચાલિત સેલવાસ ટાઉન ખાતેના ‘કલા કેન્‍દ્ર’માં વિવિધ સમસ્‍યાઓ ઉદ્‌ભવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. તેથી અહીં ઉદ્‌ભવતી વિવિધ સમસ્‍યાઓનો હલ લાવવા સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી દ્વારા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સેલવાસ ન.પા. પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ‘કલા કેન્‍દ્ર’ની લિફટ છ મહિનાથી વારંવાર બંધ થઈ રહી છે, જેના કારણે ખાસ કરીને સિનિયર સીટીઝનોને ઉપર જવા-આવવામાં ભારે તકલીફો પડી રહી છે. કારણ કે, ત્રીજા માળે લાઈબ્રેરી આવેલી છે આલાઈબ્રેરીમાં વાંચન માટે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનો મોટા ભાગે આવતા હોય છે. ઉપરાંત આ લાઈબ્રેરીમાં આવતા લોકો માટે પીવાના પાણીની પણ કોઈ જ સગવડ નથી. સાથે લાઈબ્રેરીમાં નવા એર કન્‍ડીશનર(એ.સી.) લગાવવામાં આવેલ છે એ પણ કામ કરતા નથી અને બંધ હાલતમાં છે જેના કારણે લાઈબ્રેરીમાં વાંચન માટે આવતા સિનિયર સીટીઝનો તથા વિદ્યાર્થીઓ સહિતનાઓને ગરમીનો માર સહન કરવા પડી રહ્યો છે.
જેથી આ કલા કેન્‍દ્રમાં પડતી નાની-મોટી તમામ સમસ્‍યાઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવામાં આવે અને સમય સમય પર તમામ પ્રકારની દેખરેખ અને સારસંભાળ રાખવામાં આવે એમ સંચાલકોને લેખિત ફરિયાદમાં જણાવાયું છે.

Related posts

દમણની મુલાકાતે શનિવારે આવી રહેલા દેશના ગૃહમંત્રી: 4થી મે ના રોજ સાંજે 4:00 વાગ્‍યે દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના સમર્થનમાં યોજાશે જાહેર સભા

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

Leave a Comment