Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

વાંસદા તાલુકામાં 11 પીએચસી અને 71 જેટલી આરોગ્‍ય સબ સેન્‍ટરમાં ત્રણ દિવસ 371 જેટલા દર્દીઓએ ઓપીડીમાં તપાસ કરાવી : 163 દર્દીઓને તાવ, શરદી અને ખાસીના લક્ષણનો જણાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28: હવામાન વિભાગની આગાહીનાં પગલે ચીખલી તાલુકામાં ત્રણ દિવસ કાળા વાદળો વચ્‍ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી જેથી કરી શનિવારના રોજથી હવામાનમાં ફેરફાર સાથે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્‍યારે રવિવાર અને સોમવારના રોજ વરસાદની આગાહી મુજબબે દિવસ પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રવિવારે 20 એમએમ અને સમવારે 17 એમએમ જેટલો વરસાદ નોંધાવા પામ્‍યો હતો. ભર શિયાળામાં કમોસમી વરસાદથી ઋતુમાં પણ ફેર બદલ સાથે આરોગ્‍યને પણ અસર કારક થવા માપ્‍યું હતું. ચીખલી તાલુકામાં તાવ, શરદી, ખાસી જેવા રોગોએ માથું ઉચકયું હતું. જેથી કરી તાલુકામાં આવેલા ગામે ગામ આરોગ્‍ય સબસેન્‍ટરમાં તાવ, શરદી અને ખાસી જેવા દર્દીઓએ ઓપીડીમાં ત્રણ દિવસમાં કુલ 457 જેટલા ચોંકાવનારાં આંકડા સામે આવ્‍યા હતા. ચીખલી તાલુકા હેલ્‍થ ઓફિસના તાબા હેઠળ 12 પીએચસી અને 79 જેટલા આરોગ્‍ય હેલ્‍થ સબસેન્‍ટર ગામે ગામ આવ્‍યા છે જેમાં ત્રણ દિવસમાં ખરાબ વાતાવરણનાં કારણે ગામે ગામનાં દર્દીઓએ નજીકના આરોગ્‍ય સબસેન્‍ટરમાં જઈને ઓપીડીમાં તપાસ કરાવી હતી જેમાં મોટા ભાગના તાવ, શરદી અને ખાસી જેવા દર્દીઓએ દવા લેવાની ફરજ પડી હતી જ્‍યારે ચીખલી તાલુકામાં એવી ઘણી ખાનગી હોસ્‍પિટલો પણ આવી છે પરંતુ આમ જનતા સાથે આદિવાસી વિસ્‍તારના લોકોએ ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર લેવા કરતાં નજદીકના સરકારી આરોગ્‍ય સબસેન્‍ટરમાં તપાસ કરાવી હતી. જેમાં આરોગ્‍ય કેન્‍દ્રનાં ઓફિસરો અને કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ ફરજ બજાવી 457 જેટલા દર્દીઓને તપાસ સાથેસારવાર આપી હતી.

Related posts

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment