Vartman Pravah
Breaking Newsપારડી

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
પારડી નજીક આવેલી શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળામાં 15 થી 18 વર્ષ વયજુથના વિદ્યાર્થીઓનું રસીકરણ તા.03/01/22ના રોજ કરવામાં આવ્‍યું હતું. ભારત સરકારના નવા અભિયાન મુજબ 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને તેમની જ શાળામાં કોવિડ- 19ની રસી આપવાનું શરૂ કરેલ છે. નવા પ્રકારના મ્‍યુટન્‍ટ કોરોના વાયરસ (ઓમીક્રોન) તેમજ કોવિડ-19 જેવી કોઈપણ પ્રકારની ગંભીર બિમારીથી બચાવવા માટે શાળાના આચાર્ય શ્રી દેવેન્‍દ્ર સિંઘ દ્વારા વાલીઓ સાથે ઓનલાઈન મીટિંગ કરી પૂરી માહિતી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે અલગ અલગ સમયએ બોલાવવામાં આવ્‍યા હતા. ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં કુલ 204 વિદ્યાર્થીઓએ રસી લીધીહતી. શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા તરફ પૂરી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રસી લીધા પછી અડધો કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવ્‍યા હતા.

Related posts

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

દાનહ ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્‍ટોબરના રોજ થશે મતદાન

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

Leave a Comment