Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

1090 લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ અપાયા, 284 લાભાર્થીઓનું
ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્‍ટ્રેશન કરાયું
સરકારની વિવિધ યોજનાના લાભથી જીવન ધોરણમાં આવેલા
બદલાવની 348લાભાર્થીએ કહાની વર્ણવી
આરોગ્‍ય કેમ્‍પમાં 7840 લોકોની તપાસ થઈ, 6369 લોકોની ટીબી અને
2159 લોકોની સિકલસેલની પણ તપાસ પણ થઈ
મહિલા, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકારો સહિત 80 પ્રતિભાઓને
પ્રોત્‍સાહિત કરી એવોર્ડથી સન્‍માનિત કરાઈ
52 ગામમાં જમીન રેકર્ડનું 100 ટકા ડિજિટલાઈઝેશન માત્ર
13 દિવસ દરમિયાન પૂર્ણ કરાયું

સંકલનઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં તા.15 નવેમ્‍બરના રોજ ‘‘જનજાતીય ગૌરવ દિવસ” થી સમગ્ર દેશમાં નીકળેલી ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા” વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં રોજે રોજ ભ્રમણ કરી રહી છે. આ 13 દિવસ દરમિયાન બંને તાલુકાના કુલ 161 ગ્રામ પંચાયત પૈકી 52 ગામમાં યાત્રાના માધ્‍યમથી સરકાર જાતે લોકોના દ્વારે પહોંચી હોય એવો માહોલ જોવા મળ્‍યો છે. અત્‍યાર સુધીમાં કુલ 12947 ગ્રામજનોએ આ યાત્રામાં ભાગ લઈ સરકારની વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. જ્‍યારે 348 લાભાર્થીઓએ તો જાહેર મંચ પરથી સરકારની પ્રજા કલ્‍યાણલક્ષી યોજનાના લાભથી પોતાના જીવન ધોરણમાં આવેલા સુખદ બદલાવનું વર્ણન કરી કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારનો આભાર માન્‍યો હતો.
પ્રજાના કલ્‍યાણ માટે, પ્રજાની સુખાકારીમાટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આ કલ્‍યાણકારી યોજનાઓનો રાજ્‍યના છેવાડાના લોકો અને ખાસ કરીને નબળા વર્ગના લોકો વધુમાં વધુ લાભ લે તે માટે રાજ્‍ય સરકાર હંમેશા કાર્યરત છે. જનમાનસ સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા લોકોને જાગૃત કરવાના શુભ આશય સાથે નીકળેલી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશના ગામડાઓ ખુંદી રહી છે. આ યાત્રા દરમિયાન ગામે ગામ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુરની 63 અને કપરાડાની 98 ગ્રામ પંચાયતોને આવરી લઈ બે રથ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના દ્વારા યોજનાઓના મળવા પાત્ર લાભો લાભાર્થીના ગામ સુધી પહોંચી રૂબરૂ આપવામાં આવી રહ્યા છે. પ્રચાર-પ્રસાર દ્વારા સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચી રહી છે. યાત્રા દરમિયાન નવા લાભાર્થીઓની રોજે રોજ નોંધણી થઈ રહી છે. કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી રહી છે. જે મુજબ ધરમપુર અને કપરાડાના 52 ગામોમાં તા.15 થી તા.27 નવેમ્‍બર 2023 સુધીમાં યોજાયેલા આરોગ્‍ય કેમ્‍પમાં 7840 લોકોની તપાસ કરવામાં આવી હતી. 6369 લોકોની ટીબીની તપાસ અને2159 લોકોની સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી. 52 ગામડામાં સ્‍પેસિફીક હેલ્‍થ કેમ્‍પેઈન ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. 1090 નવા લાભાર્થીઓના આયુષ્‍યમાન કાર્ડ બનાવવામાં આવ્‍યા હતા જ્‍યારે કાર્યક્રમ દરમિયાન 69 લોકોને આયુષ્‍યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ યાત્રામાં લોકોને મહત્‍વની ગણાતી 17 યોજના પૈકી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 284 લાભાર્થીઓનું રજિસ્‍ટ્રેશન કરાયું હતું. 38 ગામમાં જલ જીવન મિશન યોજનાની 100 ટકા, 29 ગામમાં 100 ટકા જન ધન બેંક એકાઉન્‍ટ, 32 ગામમાં 100 ટકા પીએમ કિસાન અને 52 ગામમાં જમીન રેકર્ડનું 100 ટકા ડિજિટલાઈઝેશન માત્ર 13 દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્‍યું હતું.
ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીન અને માનવીના સ્‍વાસ્‍થ્‍યને થતુ નુકસાન સામે જાગૃતિ ફેલાવવા અને પ્રાકળતિક ખેતી તરફ વળવા માટે 52 ગામમાં ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્‍યું હતું. જુની પરંપરાગત ખેતીની સાથે નવી ટેક્‍નોલોજીનો પણ ઉપયોગ કરી ખેડૂતો આર્થિક રીતે સમૃધ્‍ધ બને તે માટે ડ્રોનનું ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું.
ગામની મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકારોને પ્રોત્‍સાહન મળે તે માટે 80 પ્રતિભાનેએવોર્ડ વડે સન્‍માનિત કરવામાં આવી હતી. જ્‍યારે 12947 લોકોએ વિકસિત ભારતના સંકલ્‍પ અંગે શપથ લીધા હતા. આમ, 13 દિવસ દરમિયાન આ યાત્રાએ પ્રજામાં દેશ ભક્‍તિની ભાવના તો ઉજાગર કરી જ છે સાથે સાથે ગામે ગામ પહોંચી લોકોને સરકારની યોજનાઓના લાભ પહોંચતા કરી આ યાત્રાને સાર્થક કરી બતાવી છે. પોતાના ગામમાં રથ આવી પહોંચતા ગ્રામજનો પણ ઉમેળકાભેર સ્‍વાગત કરી રહ્યા છે.

ધરમપુરના બિલપુડીના ગ્રામજનોને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તા.30મીએ વર્ચ્‍યુઅલી સંબોધન કરશે
વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા લોકો સુધી પહોંચી રહી છે ત્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તા.30 નવેમ્‍બર 2023ના રોજ ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં પહોંચનારી આ યાત્રા દરમિયાન ગ્રામજનોને વર્ચ્‍યુઅલી સંબોધન કરશે. જેથી પ્રજામાં પણ ઉત્‍સાહ બેવડાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ માટે તૈયારી હાથ ધરી દેવાય છે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સેલવાસની નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ તથા એલાઈડ હેલ્‍થ સાયન્‍સના વિદ્યાર્થીઓનો સમર્પણ કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment