Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 30 નવેમ્‍બર 2023 ના રોજ રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિતે ‘‘Secure Our World 2023 and beyond” ને અનુલક્ષીને સ્‍પર્ધાનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાનુ આયોજન કેમ્‍પસ એકેડેમીક ડીરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તેજલ ડીસાગરના નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યું હતું.
આજના યુગમાં સાયબર ક્રાઈમ એક મોટો ખતરો છે. વ્‍યક્‍તિઓ, વ્‍યવસાયો અને સંસ્‍થાઓ માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ જાળવવા માટે સાયબર સુરક્ષા જાગૃતિ એ એક મહત્‍વપૂર્ણ ઘટક છે. આ સ્‍પર્ધાનો મુખ્‍ય હેતુ હતો કે પ્રોત્‍સાહન આપીને, લોકો સંભવિત સાયબર જોખમો વિશે વધુ માહિતગાર બની શકે છે અનેપોતાને અને તેમની ડિજિટલ અસ્‍કયામતોને સુરક્ષિત રાખવા માટેની પદ્ધતિઓ અપનાવી શકે છે. આ સ્‍પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રોફેસર ડો.અનુરાધા પી. પ્રજાપતિ અને એસોસિએટ પ્રોફેસર ભૂમી પટેલએ ફરજ બજાવી હતી.
આ સ્‍પર્ધામા બીફાર્મ સેમેસ્‍ટર 3 માંથી નિશીથ પટેલ પ્રથમ ક્રમે, ઓમ પંડ્‍યા દ્વિતીય ક્રમે અને ધ્રુતિ કારભારી તેમજ એમફાર્મ ફાર્માસ્‍યુટિક્‍સના કરીના યાદવ તૃતીય ક્રમે રહ્યા હતા. આ દરેક વિજેતાઓને પ્રમાણપત આપીને બહુમાન કર્યું હતું.
જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્‍ટાફે અભાર માન્‍યો હતો.

Related posts

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

vartmanpravah

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો વેપલો ફરી શરૂ: પારડી પોલીસે 26 હજારનો દારૂ અને બે મોટર સાયકલ મળી 121400 નો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

Leave a Comment