Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી અજાણ્‍યા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા નદીમાં ઝંપલાવી દીધું હતું જેને એક કલાકની ભારે જહેમત બાદ ફાયરફાઈટર વિભાગની ટીમે યુવાનની લાશને શોધી કાઢી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દમણગંગા નદીના પુલ પર પગદંડી રસ્‍તા પર નરોલી તરફથીએક યુવાન એના મોબાઈલ પર વાત કરતો કરતો ચાલી રહ્યો હતો એણે અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. જે યુવાનને ત્‍યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસે જોયો હતો અને તાત્‍કાલિક ફાયરફાઈટર વિભાગને ફોન કરતા પોલીસ અને ફાયરફાઈટરની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને સેફટી બોટ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશ બ્રિજના નીચેના ભાગેથી મળી આવી હતી.
આ યુવાનની ઉંમર અંદાજીત 22 વર્ષની હોવાનું જાણવા મળ્‍યું છે. આ યુવાન ક્‍યાં રહે છે અને ક્‍યાંથી આવી કયા કારણોસર નદીમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી એ અંગેની જાણકારી મળવા પામેલ નથી. હાલમાં યુવાનની લાશનો પોલીસે કબ્‍જો લઈ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયામાં આ બીજા યુવાને નદીમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી છે. આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે. પ્રદેશની વિવિધ સંસ્‍થાઓ દ્વારા આ પૂલની બન્ને સાઈડ પર જાળી લગાવવા માટે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન દ્વારા દુર્લક્ષ સેવી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્‍યુસાઈટ પોઈન્‍ટ બનેલા આ દમણગંગા નદીના પુલ પરથી ઘણા યુવાનો આત્‍મહત્‍યા કરી રહ્યા છે જેનેઅટકાવવા માટે પ્રશાસન નિંદ્રામાંથી જાગે અને હવે તો જાળી લગાવવામાં આવે એવી લોકોની બુલંદ માંગ ઉઠી રહી છે.

Related posts

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

vartmanpravah

Leave a Comment