September 9, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગરીબ-અનાથ કન્‍યાઓ માટે કન્‍યાદાન સહાય અર્થે તેમજ સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રખર ભાગવતાચાર્ય અને વક્‍તા પૂજ્‍ય શ્રીદેવુભાઈ જોષી (ખેરગામવાળા) તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ તા.15મી નવેમ્‍બર, 2024 કરાશે જે 21મી નવેમ્‍બર, 2024 સુધી દરરોજ ચાલશે. કથાનો સમય બપોરે 2:00 વાગ્‍યાથી સાંજના 5:00 વાગ્‍યાનો રહેશે. કથાના શુભારંભ પહેલાં પોથીયાત્રા શ્રી હેમંતભાઈ સુર્યકાંતભાઈ પટેલ-સરસ્‍વતી ચોક,ગાયત્રી મંદિરની બાજુમાં, આમલી- સેલવાસના નિવાસસ્‍થાનેથી બપોરે બે વાગ્‍યે નીકળશે અને કથા સ્‍થળે પહોંચશે.
આયોજકો દ્વારા આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

દીવના ઘોઘલા ખાતે વોટર ટેન્‍કર અને ટુ વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત એક બાળકનું મોત

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

ચીખલીના ફડવેલમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

લાયન ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફર રિજીયન-પના ચેરપર્સન તરીકે નિમાતા દમણના ખુશમનભાઈ ઢીમર

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment