June 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

પોલીસ ખાતામાં કોઈ પણ જાતના વિવાદ વિના ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા કાંતિભાઈને સાથી પોલીસ કર્મીઓએ સન્‍માનપૂર્વક માનભેર વિદાય આપી

પી.આઈ. બી.જે. સરવૈયાએ એમને શુભેચ્‍છા આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પારડી પોલીસ સ્‍ટેશનને ફરજ બજાવતા આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સ્‍પેક્‍ટર કાંતિલાલ મોહનલાલ પટેલ પોલીસ ખાતામાંથી પોતાની સુદીર્ઘ સેવાઓ ઉત્તમ રીતે પ્રદાન કરીને વય નિવૃત્તિને લઈ રીટાયર્ડ થયા છે. પોલીસ ખાતા જેવું સંવેદનશીલ ખાતામાં લાંબી નોકરી છતાં કાંતિલાલ પટેલની નકારાત્‍મક નોંધ થઈ ન હોય અને વર્દીને ડાઘ લગાવ્‍યા વિના રિટાયર્ડ થવાની પારડી પી.આઈ. બી.જે. સરવૈયાએ નોંધ લઈ તેમની માનમાં પોલીસ મથકે નિવૃતિ વિદાય સમારંભ યોજવામાં આવ્‍યો હતો. જેમાં પારડી પી.આઈ. બી.જે.સરવૈયા, પીએસઆઈ એ.ડી.ડોડીયા, પીએસઆઈ ડી.એલ.વસાવા તેમના સાથી પોલીસ કર્મીઓ, ડી સ્‍ટાફ સહિત રિટાયર્ડ થઈ રહેલ એએસઆઈ કાંતિલાલ પટેલના પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ નિવૃત સમારોહમાં એએસઆઈ કાંતિલાલ પટેલને એસ.પી કચેરી તરફથી સન્‍માનપત્ર પણ આપવામાંઆવ્‍યું હતું. તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાએ સુક્‍નનું પ્રતિક એવું શ્રીફળ, અને શાલ ઓઢાડી એમનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. ઉપસ્‍થિત સાથી કર્મચારીઓએ ફૂલ આપી તેમનું નિવૃત્તિ જીવન નીરોગી, સુખમય શાંતિમય નીવડે અને પરિવારજનો સાથે આનંદમય રીતે વ્‍યતિત કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.
એએસઆઈ કાંતિલાલ પટેલ પોલીસ ખાતામાં કોન્‍સટેબલ તરીકે નિમણૂક પામ્‍યા હતા અને આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મેળવી ક્રાઈમ રાઈટર જેવી મહત્‍વની ફરજ પારડી પોલીસ સ્‍ટેશનને બજાવતા હતા. તેમની કામ પ્રત્‍યેની ધગસ અને લાગણીની વાતો કરી પી.આઈ.એ તેમની પ્રશંસા કરી હતી. અને વર્દી પર કલંક લગાવ્‍યા વિના પૂર્ણ કરી તે બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. સાથે સાથે દરેક પોલીસ કર્મીઓની પોતાની ફરજ દરમ્‍યાનનું જીવન કાર્ય અને રિટાયર્ડ પછીનું જીવન કાર્ય અલગ હોવાની સમજ આપી હતી.
આજે એએસઆઈ કાંતિલાલ પટેલનો પારડી પોલીસ મથકે ફરજનો છેલ્લો દિવસ હોય તેમને તેમની ઓફિસથી પોલીસ મથક બહાર ફૂલોની વર્ષા સાથે બહાર લાવી ખુલ્લી જીપમાં બેસાડી દેશભક્‍તિના ગીતો સાથે તેમની જીપને સાથી કર્મચારીઓએ ખેચી જઈ માનભેર વિદાય પારડી પોલીસ સ્‍ટેશનનો છેલ્લો દિવસ યાદગાર બનાવ્‍યો હતો.

Related posts

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

Leave a Comment