March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

‘કહીં ગમ કહીં ખુશી’નો માહોલઃ પોલીસ તંત્રને વધુ ગતિશીલ પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી ચિપાયેલો બદલીનો ગંજીફો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ બોર્ડ દ્વારા પ્રદેશના 113 જેટલા પોલીસકર્મીઓની આંતર જિલ્લા અને આંતર વિભાગ બદલી કરતાં ‘કહીં ગમ કહીં ખુશી’નો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્રને વધુ ગતિશીલ પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી આ બદલીઓ કરાઈ હોવાનું માનવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ ખાતે કાર્યરત 15 હેડ કોન્‍સ્‍ટેબલોને દાદરા નગર હવેલી, બે હેડ કોન્‍સ્‍ટેબલોને દીવ અને દાદરા નગર હવેલીના 15 હેડ કોન્‍સ્‍ટેબલોને દમણ તથા દીવ ખાતે ફરજ બજાવતા ત્રણ હેડ કોન્‍સ્‍ટેબલો પૈકી બે(2)ને દમણ અને એક(1)ને દીવ ખાતે બદલવામાં આવ્‍યા છે. જ્‍યારે 7 હેડ કોન્‍સ્‍ટેબલોની દમણ જિલ્લામાં આંતરિક બદલી કરાઈ છે.
દમણ ખાતે કાર્યરત 31 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દાનહ અને 1 પોલીસ કોન્‍સ્‍ટેબલને દીવ તથા દાદરા નગર હવેલીના 34 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દમણ અને દાનહના 2 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દીવ ખાતે બદલી કરાયા છે.
દીવ જિલ્લામાં રહેતા પોલીસકર્મીઓનીપોતાના જિલ્લામાં થયેલી બદલીથી પ્રસન્નતા જોવા મળી છે. જ્‍યારે દીવ ખાતે કાર્યરત દમણ, દાનહના પોલીસકર્મીઓને પોતાના જિલ્લામાં ટ્રાન્‍સફર થતાં રાહતનો પણ દમ લીધો છે.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્‍યારે પોલીસકર્મીઓની કરાયેલી બદલી પોલીસ તંત્રને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તથા પારદર્શક અને તટસ્‍થ ચૂંટણી વ્‍યવસ્‍થા માટે ઉપયોગી સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment