January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

‘કહીં ગમ કહીં ખુશી’નો માહોલઃ પોલીસ તંત્રને વધુ ગતિશીલ પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી ચિપાયેલો બદલીનો ગંજીફો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ બોર્ડ દ્વારા પ્રદેશના 113 જેટલા પોલીસકર્મીઓની આંતર જિલ્લા અને આંતર વિભાગ બદલી કરતાં ‘કહીં ગમ કહીં ખુશી’નો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્રને વધુ ગતિશીલ પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી આ બદલીઓ કરાઈ હોવાનું માનવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ ખાતે કાર્યરત 15 હેડ કોન્‍સ્‍ટેબલોને દાદરા નગર હવેલી, બે હેડ કોન્‍સ્‍ટેબલોને દીવ અને દાદરા નગર હવેલીના 15 હેડ કોન્‍સ્‍ટેબલોને દમણ તથા દીવ ખાતે ફરજ બજાવતા ત્રણ હેડ કોન્‍સ્‍ટેબલો પૈકી બે(2)ને દમણ અને એક(1)ને દીવ ખાતે બદલવામાં આવ્‍યા છે. જ્‍યારે 7 હેડ કોન્‍સ્‍ટેબલોની દમણ જિલ્લામાં આંતરિક બદલી કરાઈ છે.
દમણ ખાતે કાર્યરત 31 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દાનહ અને 1 પોલીસ કોન્‍સ્‍ટેબલને દીવ તથા દાદરા નગર હવેલીના 34 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દમણ અને દાનહના 2 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દીવ ખાતે બદલી કરાયા છે.
દીવ જિલ્લામાં રહેતા પોલીસકર્મીઓનીપોતાના જિલ્લામાં થયેલી બદલીથી પ્રસન્નતા જોવા મળી છે. જ્‍યારે દીવ ખાતે કાર્યરત દમણ, દાનહના પોલીસકર્મીઓને પોતાના જિલ્લામાં ટ્રાન્‍સફર થતાં રાહતનો પણ દમ લીધો છે.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્‍યારે પોલીસકર્મીઓની કરાયેલી બદલી પોલીસ તંત્રને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તથા પારદર્શક અને તટસ્‍થ ચૂંટણી વ્‍યવસ્‍થા માટે ઉપયોગી સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

લક્ષદ્વીપના ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

Leave a Comment