Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

દેશમાં 2.5 લાખથી વધુ PM કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રો બનાવવામાં આવશે, ખાતર, બિયારણ અને જંતુનાશકોની સુવિધા ઉપલબ્‍ધ થશેઃ ડો. મનસુખ માંડવિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.29 : કેન્‍દ્રની મોદી સરકારે સરકારે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભર્યું છે. આમાં એક પગલું દેશમાં ખાતરની છૂટક દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્ર (PMKMK)માં રૂપાંતરિત કરવાનું છે. કેન્‍દ્રીય ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ગુરુવારે આ કેન્‍દ્ર વિશે મહત્‍વની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્ર ખેડૂતો માટે નોડલ પોઈન્‍ટ હશે જ્‍યાં કળષિ સંબંધિત ઘણાં કામો કરવામાં આવશે. આ એપિસોડમાં ડૉ. માંડવિયાએ ગુરુવારે 9000 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રોના દુકાનદારો અને ખેડૂતો સાથે ઓનલાઈન ટીવીના માધ્‍યમથી વાતચીત કરી હતી. જેની કડીમાં આજે દાદરા નગર હવેલીના વાઘછીપા ગામના રાણા ફળિયામાં પણ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્ર કેન્‍દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવીયા દ્વારા ટીવી પ્રસારણના માધ્‍યમથી ઓનલાઇન પ્રારંભ કરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ વિવિધ રાજ્‍યોના ખેડૂતો સાથે વાત કરીનેનો યુરિયા વાપરવા ઉપર ખાસ ભાર મુકતા ભવિષ્‍યમાં આવનાર નેનો ડીએપી અંગે પણ જાણકારી આપી હતી.
ડૉ. માંડવિયાએ જણાવ્‍યું હતું કે, પીએમ કિસાન સમૃદ્ધિ કેન્‍દ્ર એવું નોડલ સ્‍થળ હશે જ્‍યાં ખેડૂતોની રોજબરોજની સમસ્‍યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ નોડલ પોઈન્‍ટ ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરશે જ્‍યાંથી ખેડૂતોને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે. ખાતર મંત્રીએ કહ્યું કે સરકારનું સમગ્ર ધ્‍યાન દેશના ખેડૂતોને સક્ષમ બનાવવા પર છે જેથી કરીને તેમને ખેતીમાં કોઈ મુશ્‍કેલી ન પડે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં ઉતાર-ચઢાવ હોવા છતાં સરકાર ખેડૂતો માટે સબસિડીવાળા દરે ખાતરોની ઉપલબ્‍ધતા નિશ્ચિત કરી રહી છે.
દાનહના વાઘછીપામાં યોજાયેલ પ્રધાનમંત્રી કિસાન કેન્‍દ્રના કાર્યક્રમની શરૂઆત જીએસએફસી સરદાર કંપનીના સેલવાસના પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ ભાલાળાએ ઉપસ્‍થિત ખેડૂતોનું સ્‍વાગત કરી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો ઉદ્દેશ્‍ય સમજાવી તેના દ્વારા પુરી પાડવામાં આવતી ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિની વિસ્‍તૃત જાણકારી આપી હતી. સાથે જમીન તથા પાણીના નમૂના પૃથ્‍થકરણ કરાવવા પર વિશેષ ભાર મુક્‍યો હતો.
બાદમાં જીએસએફસી કંપની તરફથી ઉત્‍પાદિત ખાતરો, કૃષિ વિષયક સેવાઓ અને સરદાર અમોનિયમસલ્‍ફેટની વિવિધ પાકોમાં ઉપયોગીતા બાબતે ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ અવસરે ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી એસ.એ.ભોયા, ખેતી વિસ્‍તરણ અધિકારી સહિત મોટી સંખ્‍યા ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્‍યાસ કરાયો

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

Leave a Comment