June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 25/09/2023, સોમવારના રોજ ઙ્કષ્‍ંશ્વશ્રફુ ભ્‍ત્રર્્ીશ્વર્ળીણૂશતદ્દ ર્ઝીક્કઙ્ઘ કાર્યક્રમ તથા વિદ્યાર્થીઓની ઙ્કભ્‍ત્રર્્ીશ્વર્ળીણૂશતદ્દઙ્ઘ પ્રતિજ્ઞા લેવાઈ.
આ કાર્યક્રમનું આયોજન સંસ્‍થાના એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડેના માર્ગદર્શન હેઠળ તેમજ આ કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડૉ.અનુરાધા પ્રજાપતિના નેતૃત્‍વ હેઠળ થયુ હતું. આ કાર્યક્રમનું પ્રારંભિક શાબ્‍દિક સંબોધન કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે કર્યું હતું જેમાં તેમણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વલ્‍ડ ફાર્માસિસ્‍ટ ડે નિમિત્તે ફાર્માસિસ્‍ટ પ્રતિજ્ઞા લેવડાવી અને પ્રોફેશનમાં સ્‍કીલ્‍સ અને નૈતિકતાનું મહત્‍વ સમજાવીને, સમયસાર અને સંવેદનશીલ બની સેવાઓ આપી શકો છો એના ઉપર માહિતી આપી હતી.


આ ઉપરાંત પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલ જીવનદાસજીએ આજના યુગમાં ફાર્મસી એક ઉમદા પોફેશન છે અને જનજીવનમાં મહત્‍વની ભૂમિકા ભજવે છે તે વિશે સમજાવ્‍યું હતું. આ ઉપરાંત તટસ્‍થ પણેફાર્માસિસ્‍ટના નિયમો પાડવા અને આપણી સંસ્‍કળતિને ધ્‍યાનમાં રાખવું જોઈએ તેમજ જરૂરિયાતમંદોને મદદ કરવી તથા જીવનમાં રાષ્‍ટ્રીય ભાવના રાખવી જોઈએ એ ઉપર વિદ્યાર્થીને વિસ્‍તારથી સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહારે વિદ્યાર્થીઓને સમજાવ્‍યું કે, પ્રમાણભૂત પુસ્‍તકો વાંચવા જોઈએ અને આવતીકાલ માટે આપણી જાતને ખૂબ જ જાણકાર બનાવીને અને તે જ્ઞાન સાથે ડિગ્રી મેળવો તો તમે ઉચ્‍ચ સ્‍તરે વ્‍યવસાયિક રીતે આગળ વધતા રહેવા બાબતે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંબોધન અને આભારવિધિ કોલેજના પ્રોફેસર ડો.અનુરાધા પ્રજાપતિએ કરી હતી. આ ઉપરાંત કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફાર્માસિસ્‍ટ લોગો ઙ્કય્‍હૃઙ્ઘ ની આબેહુબ રચના કરવામાં આવી હતી.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ ગામના હર્મિત પટેલની એબીવીપી દ્વારા મંત્રી તરીકે નિમણૂક કરાતા વિદ્યાર્થી વર્તુળમાં આનંદની લાગણી

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

Leave a Comment