October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

પોલીસથી ગભરાઈ કાર ચાલકો કોટી વિનર ફળીયા આગળ કાર છોડી ભાગી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ ડુંગરી હાઈવે ઉપર આજે મંગળવારે બપોરે પોલીસે રાજસ્‍થાન પાસિંગની સુરત તરફથી આવી રહેલી શંકાસ્‍પદ કારનો ફિલ્‍મી ઢબે પિછો કરીને કાર ઝડપી પાડી હતી. કારમાં લાખોની કિંમતનો ગાંજાનો જથ્‍થો પોલીસને જોઈ જતા ચાલકે કાર પુરઝડપે ચલાવી લેતા પોલીસને શંકા પડતા કારનો પિછો કર્યો હતો. ફિલ્‍મી ઢબે પોલીસે કારને થોડા અંતરમાં પકડી લીધી હતી. પરંતુ કોટી વિનર ફળીયા આગળ કાર છોડીને ચાલક ભાગી છુટયો હતો. પોલીસ કારનું ચેકીંગ કરતાં ચોંકી ગઈ હતી. કારમાં લાખો રૂપિયાનો ગાંજાનો જત્‍થો મળી આવ્‍યો હતો. પોલીસ કારને મુદ્દામાલમાં જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

કપરાડાથી મહારાષ્‍ટ્ર સુધી બાઈક ચોરી કરતી ગેંગના બે આરોપી ઝડપાયા, એક ફરાર

vartmanpravah

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment