January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બે દિવસથી સર્વર ધીમું ચાલતા લોકોને પડી રહેલી હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે દિવસથી સર્વર ધીમી ગતિએ ચાલતા ઈ-ગ્રામ સુવિધાના દાખલા, વેરા સહિતના કામો માટે લોકોએ ધક્કા ખાવાની નોબત આવી છે. ત્‍યારે ગતિશીલ ગુજરાતમાં સર્વરની ગતિ કયારે વધશે તે જોવું રહ્યું.
સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ સુવિધા ઉભી કરવામાં આવી છે. અને આ ઈ-ગ્રામ સુવિધાના માધ્‍યમથી ગ્રામ પંચાયતમાં જન્‍મ-મરણના દાખલા, જમીનના 7/12, 8-અના ઉતારાની નકલ, આવકનો દાખલો, ઘર વેરો, સફાઈ, લાઈટ વેરો, આકરણી પત્રક વિગેરે ઓનલાઈન નીકળતું હોય છે. ઉપરાંત વિશ્વકર્મા સહિતની યોજનાની એન્‍ટ્રી પણ ઓનલાઈન કરવાની હોય છે.
ઉપરોક્‍ત સંજોગોમાં તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે દિવસથી સર્વર ગોકુળ ગાયની ગતિએ ચાલતા અને ગમે ત્‍યારે અધવચ્‍ચે કનેક્‍ટિવિટી ખોરવાઈ જતા ગામે ગામ લોકોને ભારેહાલાકી વેઠવાની નોબત આવી છે. દાખલાઓ કે 7-12, 8-અ ની નકલ હોય લોકોને સમયસર મળતી નથી. અને ગ્રામ પંચાયત કચેરીમાં માથે હાથ દઈને રાહ જોવા પડતી હોય તેવામાં સમયનો પણ વેડફાટ થતો હોય છે. અને દાખલા કે નકલના અભાવે આગળના કામો પણ થઈ શકતા નથી.
આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં ઘર વેરા સહિતના વેરા ભરવા જતા લોકોને વેરો પણ સમયે ન ભરાવા સાથે વેરા રસીદ, આકરણી પત્રક મળતું નથી. તથા આ ઈ-ગ્રામ સુવિધાની વેબ સાઈટના માધ્‍યમથી કર્મચારીઓએ સરકારની વિશ્વકર્મા યોજના સહિતની યોજનાઓની એન્‍ટ્રી પણ ન કરાતા સર્વર ધીમું ની સમસ્‍યા લોકો માટે માથાનો દુઃખાવો બની જવા પામી છે. બીજી તરફ આ સર્વર ખોટકાય, ધીમું ચાલે અને કનેક્‍ટિવિટી ન હોય તેવા સંજોગોમાં બીજો કોઈ વિકલ્‍પ પણ હોતો નથી. જેથી લોકોને ધરમના ધક્કા ખાવા સિવાય કોઈ છૂટકો હોતો નથી. ત્‍યારે સર્વરની મંથર ગતિમાં કયારે સુધારો થશે તે જોવું રહ્યું.

Related posts

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

પારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્‍સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

vartmanpravah

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment