October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

ગણદેવી તાલુકાના નાંદરખા, આંતલીયા, ધકવાડામાં 2 વીજપોલ,
ખેરગામ તાલુકાના આછવણી, વાદ ગામમાં 11 જેટલા વીજ પોલ અને ચીખલી તાલુકાના ફડવેલ, કુકેરી, રેઠવાણીયા, સોલધરા, મજીગામ, બામણવેલ અને દેગામ સહિતના ગામોમાં વીજપોલ ધરાશાયી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી પંથકમાં મેઘરાજાએ આક્રમક મૂડ અખત્‍યાર કરતા વહેલી સવારે ચાર વાગ્‍યાથી બાર વાગ્‍યા સુધી અવિરતપણે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. આ દરમ્‍યાન આઠ વાગ્‍યાના અરસામાં પવનની ગતિ વધવા સાથે વીજળીના ચમકારા વચ્‍ચે બે કલાકમાં જ દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. ઘનઘોર વાતાવરણ વચ્‍ચે સતત વરસાદને પગલેવિઝીબિલિટી પણ ઘટતા લાઈટ ચાલુ કરી વાહનો હંકારવાની ફરજ પડી હતી.
મુશળધાર વરસાદથી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગના સમરોલી ઓવરબ્રિજના છેડે તથા આલીપોર ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ મોટી માત્રામાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલા બગલાદેવ મંદિર આગળ તથા બામણવેલ પાટિયાની આગળ પણ વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થાના અભાવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી હતી. સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ પર પાણી ભરાયા હતા.
પવન સાથેના ભારે વરસાદ વચ્‍ચે તલાવચોરાના બારોલીયાના પીપળા ફળીયામાં સંજય ફાર્મ જતા માર્ગ ઉપર સવારે છ વાગ્‍યાની આસપાસ સમયાંતરે બે જેટલા વડના ઝાડો ધરાશયી થતા અને વીજલાઈન પર પડતા પાંચ વીજપોલ ધરાશયી થતા વીજપુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત તાલુકાના ઘેજ ગામના બીડ નાયકીવાડ વિસ્‍તારમાં મળસ્‍કે પાંચેક વાગ્‍યાના અરસામાં ધીરૂભાઈ છનાભાઈ પટેલના ઘર ઉપર વૃક્ષ પડતા મોટું નુકસાન થવા સાથે એક મહિલાને સામાન્‍ય ઈજા પહોંચી હતી. આ ઉપરાંત સમરોલીના ધોડ ફળીયામાં નાનીબેન સોમાભાઈ અને ચીખલીના કસ્‍બામાં સતીષ ભીખુભાઈના ઘર ઉપર પણ ઝાડ પડતા પરિવારને નુકશાન થયું હતું.

Related posts

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

વાપી સાન્‍દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment