January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના રખોલી ગામે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં 16મો રક્‍તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ કેમ્‍પ કંપનીમાં આવેલ હનુમાનજી મંદિર સભાગૃહમાં આયોજિત કરવામાં આવ્‍યો હતો. જેમાં સિલ્‍વાસા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિયેશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા, લિયો ક્‍લબ અને ઈન્‍ડિયન રેડક્રોસસોસાયટીના સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમા 175 યુનિટ રક્‍ત એકત્ર થયુ હતુ.
આ કેમ્‍પ આયોજનનુ મુખ્‍ય કારણ પ્રદેશમાં રક્‍તની જે અછત વર્તાય છે જેને પહોંચી વળવા માટે આવા કેમ્‍પોનુ આયોજન સંસ્‍થા અને કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ કેમ્‍પમાં મહિલાઓએ પણ રક્‍તદાન કર્યુ હતુ. આ કેમ્‍પમાં કંપનીના એજીએમ સુરેશ આસાવા, જનરલ મેનેજર જીગ્નેશ દેસાઈ, ડિજીએમ જોશ થામસ, જીએમ રાજીવ મહેશ્વરી, એજીએમ મનોજસિંહ, આસિસ્‍ટન્‍ટ મેનેજર એડમીન ગિરીશ પાન્‍ડા, લાયન્‍સ કલબના પ્રેસિડન્‍ટ વિનોદ અમેરિયા સહિત દરેક વિભાગના એચઓડી અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટના વર્કરોએ ઉત્‍સાહપૂર્વક આ કેમ્‍પમાં ભાગ લીધો હતો. આ અવસરે કંપનીના સંચાલકો, કર્મચારીઓ અને લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહીં: તકેદારી રાખવી જરુરી

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah

કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી

vartmanpravah

પારડીની એન. કે. દેસાઈ સાયન્‍સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment