Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નાનીતંબાડીના મહિલા સરપંચ લાંચ પ્રકરણમાં સસ્‍પેન્‍ડ કરાયા : એસીબી 5 હજારની લાંચ લેતા ઝડપ્‍યા હતા

ગત તા.28 ઓક્‍ટોબરના રોજ વેપારી પાસે પંચાયતના દાખલા પેટે સરપંચ સેવંતાબેન પટેલે લાંચ માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી પાસે આવેલ નાની તંબાડી ગામના મહિલા સરપંચએ ગત તા.28મી ઓક્‍ટોબરના રોજ ગામના કાપડના વેપારી પાસે પંચાયતના દાખલા પેટે રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. ત્‍યારે એસીબીએ ગોઠવેલા છટકામાં મહિલા સરપંચ લાંચના 5 હજાર સ્‍વિકારતા એ.સી.બી.એ રંગે હાથ ઝડપી પાડયા હતા. આ લાંચ પ્રકરણમાં મહિલા સરપંચને હોદ્દા ઉપરથી દુર કરવામાં આવ્‍યા છે.
નાની તંબાડી પંચાયત સરપંચ સેવંતાબેન પટેલ પાસે સાડી-કપડાના વેપારીએ જી.એસ.ટી. નંબર મેળવવા માટે પંચાયતમાં દાખલો માંગ્‍યો હતો તે પેટે મહિલા સરપંચે રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. વેપારીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ એ.સી.બી.એ દુકાન પાસે છટકું ગોઠવ્‍યું હતું. તા.28 ઓક્‍ટોબરના રોજ સરપંચ દુકાને લાંચના પૈસા લેવા આવ્‍યા હતા. એ.સી.બી.એ લાંચની રકમ સ્‍વિકારતા મહિલા સરપંચ સેવંતાબેન પટેલને રંગે હાથ ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં સરપંચને કારણ દર્શક નોટીસ પાઠવાઈ હતી. જેનો જવાબસંતોષકારક નહી આપી શકતા સરપંચના હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કરાયા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વરકુંડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

વાપી સી-ટાઈપ જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં કેમિકલ ભરેલી ટેન્‍કર વિજપોલ સાથે ભટકાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

Leave a Comment