Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

તંત્ર ગ્રાહકો પાસેથી પાણીના બે થી અઢી કરોડ માસિક વસુલે છે

(વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નોટિફાઈડ દ્વારા ઔદ્યોગિક વસાહત અને રહેઠાણ એરીયા પાણી પુરવઠા પુરો પાડવાની સેવા અપાઈ છે. પરંતુ આ સેવા થકી વેપાર થતો હોય તેવુ ફલિત થઈ રહ્યું છે.
વાપી ઉદ્યોગ વસાહતને સિંચાઈ વિભાગ તરફથી પુરુ પાડવામાં આવે છે. લગભગ 15 લાખ કે.એલ. ઈન્‍ડસ્‍ટ્રીઝ યુઝ અને સાડા ત્રણ લાખ હાઉસિંગ યુઝમાટે પુરુ પડાતા પાણી પેટે ઈન્‍ડસ્‍ટ્રીઝના 39,11 રૂપિયા તથા હાઉસિંગ 4,73 રૂપિયા પ્રતિ કિલોલીટર લેખે અંદાજે મહિને રૂપિયા છ કરોડનું બિલીંગ થાય છે.
જ્‍યારે નોટીફાઈડ ઓથોરિટી આ પાણી ફિલ્‍ટર કરીને ઈન્‍ડસ્‍ટ્રીયલ યુઝ માટે રૂા.67.50 પ્રતિ કે.એલ. અને હાઉસિંગ યુઝ માટે 12.50 કે.એલ.ના દરે પાણી સપ્‍લાય કરવામાં આવે છે. ઈરીગેશન વિભાગ દ્વારા મળેલ પાણીનું ફિલ્‍ટરેશન કરાય છે તેમાં આવતો ખર્ચો સરપ્‍લસ કરો તો પણ 60 થી 70 લાખ થાય છે તો પછી બિલીંગ દશ કરોડ ઉપરાંતનું શા માટે? તેથી જણાઈ આવે છે કે નોટિફાઈડ માટે પાણી વિતરણ એ સેવા નહી પરંતુ વેપાર હોય તેવુ લાગી રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરના અધ્‍યક્ષસ્‍થાને દાનહ જિલ્લા વિકાસ સમન્‍વય અને દેખરેખ (દિશા) સમિતિની મળેલી બેઠકઃ વિકાસના વિવિધ મુદ્દાની કરાયેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment