અધિકારી-કર્મચારી અને ગ્રાહકોનો લાપરવાહીના કારણે ગંદકી ખડકાઈ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તિસરી આંખની ક્યારેક નજર કરજો ચારે તરફ ગંદકીના ઉકરડા જોવા મળે છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે આર.ટી.ઓ. કચેરીમાં પારાવાર ગંદકી પથરાયેલી જોવા મળી રહી છે.
ભારત સરકાર દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાનના વલસાડ આર.ટી.ઓ. કચેરીમાંલીરેલીરા ઉડેલા જોવા મળે છે. વલસાડની અન્ય કચેરીમાં પ્રમાણમાં ઓછી ગંદકી જોવા મળે છે અને હશે તે પણ અપવાદમાં લઈ શકાય એમ છે પરંતુ વલસાડ આર.ટી.ઓ. કચેરી તો ગંદકી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવે તેવી સ્થિતિ જોવા મળે છે. ગંદકીના ઉકરડા સર્જકો, કર્મચારી-અધિકારી અને જાહેર જનતા છે. પાનની પિચકારીઓ, બિન જરૂરી કાગળના ડૂચા અને વેસ્ટ ફર્નિચરના ઢગલા જોવા હોય તો આર.ટી.ઓ. કચેરી માટે સામાન્ય બાબત છે એટલે જરૂર કહી શકાય કે આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકી સામ્રાજ્યનું સરનામું.