Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

કોંગ્રેસ સાંસદ પાસેથી વિપુલ પ્રમાણમાં મળેલ રોકડ
રકમના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ઝારખંડના રાજ્‍યસભાના કોંગ્રેસ સાંસદ પાસેથી અધધ કહી શકાય તેવો 300 કરોડની રોકડ રકમનો જથ્‍થો મળી આવ્‍યો છે. જેના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા છે. વલસાડ જિલ્લા ભાજપે શનિવારે સાંજના જિલ મધ્‍યસ્‍થ કાર્યાલય પાસે સાંસદ પાસેથી મળેલ વિપુલ નોટોના જથ્‍થા અંગે વિરોધ કાર્યક્રમ યોજી સુત્રોચ્‍ચાર કર્યો હતો.
દેશમાં કાળુ ધન કેટલા પ્રમાણમાં છુપાયેલ છે તેનો પર્દાફાશ ઝારખંડમાં થયો છે. કોંગ્રેસના રાજ્‍યસભાના સાંસદ ધીરજ શાહુ પાસેથી અધધ કહી શકાય તેટલો 300 કરોડની રોકડનો જથ્‍થો મળી આવતા દેશભરમાં ઘેરા પ્રત્‍યાઘાત પડયા છે. ભાજપે આ મુદ્દાનેહેન્‍ડકેશ કરીને દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે તે અંતર્ગત વલસાડ જિલ્લા ભાજપે શનિવારે મધ્‍યસ્‍થ કાર્યાલય કમલમમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્‍યું હતું. તેમજ સુત્રોચ્‍ચાર કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ, જી.પં. પ્રમુખ મનહર પટેલ, ઉપ પ્રમુખ જીતેશ પટેલ મીડિયા કન્‍વીનર દિવ્‍યેશ પાંડે સહિત કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ ખાતે કાર્યરત ત્રિપ્‍પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

Leave a Comment